ઓશ્યિન ઓન ફાયર: મેક્સિકોના સમુદ્રમાં ગેસની પાઈપલાઈન લીક થતાં આગ ફાટી નીકળી, જવાળામુખી જેવા દ્દશ્યો
04-Jul-2021
મેક્સિકો: મેક્સિકોના સમુદ્ર્માં કંપનીની ગેસ લાઇનમાં લીકેજને કારણે આગની જવાળાઓ સમુદ્ર પર ફરી વળી હતી. આગની ઘટનાને કાબુમાં લેવા હજારો લીટર નાઇટ્રોજન છાંટવામાં આવ્યું હતું.મેકિસકોના ‘ઓઇલ સેફ્ટી રેગ્યુલેટર'ના વડા એન્જલ કેરીલેસે ટ્વીટ કર્યું હતું કે આ ઘટનાને કારણે બીજી કોઈ દુર્ઘટના સર્જાઈ નથી અને ઓઈલ લીક થયું નથી. જોકે, સરકારી અધિકારીને આગ લાગવાના સત્તાવાર કારણ અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.
મેક્સિકોના યુકાટન નજીક પશ્ચિમના સમુદ્ર વચ્ચે આગ લાગી હતી. સમુદ્રના પાણીમાં આગ લાગી જતાં આશ્ચર્ય સજાર્યું હતું. જાણે સમુદ્રના પેટાળમાંથી જ્વાળામુખી કાઢ્યો હોય એવા દૃશ્યો જોવા મળ્યા હતા. મેક્સિકોની સરકારી તેલ કંપની પેમેક્સે કહ્યું હતું કે સમુદ્રમાં આગ લાગી હતી જેને કાબુમાં લઇ લેવામાં આવી છે. કંપનીના કહેવા પ્રમાણે, પાણીની નીચે ગેસની પાઈપલાઈન લીક થતાં આગ ફાટી નીકળી હતી. સમુદ્રમાં આગ લાગવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. લોકોએ તેને આગની આંખ' નામ આપ્યું છે. કારણ કે તેનો આકાર આંખ જેવો દેખાતો હતો. આગ પેમેક્સ ઓઇલ પ્લેટફોર્મથી થોડે દૂર લાગી હતી. નજીકમાં જ ઔઈલ કાઢવાના મશીનો લાગ્યા હતા. જો આગ ત્યાં સુધી પહોંચી જાય તો ભયાનક સ્વરૂપ લઈ લે તેવી દહેશત સર્જાઈ હતી. જોકે, કંપનીના કર્મચારીઓએ નાઇટ્રોજનની મદદથી આગને કાબૂમાં લીધી. પાંચ-છ કલાકની મહેનત પછી આગ માં કે કાબુમાં આવી હતી. આગ ફાટી નીકળી તેના કારણોની તપાસ કંપનીએ શરૂ કરી હોવાનું પણ જણાવ્યું હતું. આગની ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હતી. ગેસની પાઈપલાઈન કેવી રીતે લીક થઈ તે અંગે અહેવાલ તૈયાર થશે. આગને પગલે પાઇપલાઇનના વાલ્વ બંધ કરાયા હતા.
05-Mar-2025