ઉપલેટા : ઉપલેટા તાલુકાના સંધી કલારીયા ગામ કે જ્યાં આજ દિવસ સુધી એક પણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. ૭૫૦ લોકોની વસ્તી ધરાવતું આ ગામ લોકોની જાગૃતિને લઈને મહામારીથી સુરક્ષિત રહ્યું હોવાથી આ સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બન્યુ છે.
ગામમાં સામાજિક મેળાવડા, ફેરિયાઓ અને ગામ બહારના લોકોને ગામમાં આવવા પર તેમજ ગામના લોકોને બહાર જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામા આવ્યો છે જેને લઈને આજ સુધી આ ગામ કોરોના પ્રૂફ બની રહ્યું છે. સરપંચે જણાવ્યું કે ગયા વર્ષે જ્યારે કોરોના આવ્યો ત્યારથી ગ્રામજનો જાગૃત બની અને તકેદારી રાખી રહ્યા છે તેમજ લોકોની બીમારી સબબ સતતઆરોગ્યચકાસણી જેવા અનેક પગલા થકી કોરોનાને ગામમાં આવતો અટકાવ્યો છે.
ખાસ કરીને હાલ રમજાન માસમાં ગામની મસ્જિદમાં નમાજ પઢવા માટે મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય છે પરંતુ આ ગામમાં મસ્જિદ બંધ રાખવાનો ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો હતો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024