ભાસ્કર જૂથની ઓફિસમાં આઇટીના દરોડાની તસવીર.
ભાસ્કર ન્યૂઝ પેપર ગ્રુપ પર IT-EDના દરોડા, 2 ડઝન ઠેકાણાઓ પર 800થી વધુ અધિકારીઓ પહોંચ્યા
-દૈનિક ભાસ્કર જૂથના ઘણાં ઠેકાણાઓ પર દરોડા
-ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરાઈ દરોડાની કાર્યવાહી
-ભોપાલ, નોઇડા, જયપુર, અમદાવાદના કાર્યાલયોમાં
દરોડા
-અખબારના માલિકોની પહેલા પણ થઇ ચુકી છે
પૂછપરછ
નવી દિલ્હી :ઈનક્મ ટેક્સ વિભાગે ટેક્સ ચોરી મામલે મીડિયા સમૂહ દૈનિક ભાસ્કર અને ભારત સમાચારના અમુક ઠેકાણા પર ગુરૂવારે દરોડા પાડ્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, હિન્દી મીડિયા ગ્રુપના પ્રમુખો વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ટ્વિટર પર કહ્યુ હતું કે, ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ ગ્રુપના લગભગ છ ઠેકાણા પર દરોડા પડ્યા. આપને જણાવી દઈએ કે, કોરોનાકાળમાં ભાસ્કરે કેટલાય ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યા હતા. જેના કારણે સરકારની ભારે ઠેકડી ઉડી હોય તેવી પણ એક ચર્ચા ચાલી રહી છે.
ભાસ્કર અખબાર જૂથની ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ ઓફિસો પર ઈન્કમટેક્સ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા પડ્યા છે. ભાસ્કર જૂથે જુદા જુદા વ્યવસાયોમાં કરચોરી કરાઈ હોવાના આરોપ છે.
ટોચના ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરની અમદાવાદની ઓફિસ પર ગુરૂવારે સવારે ઈન્કમટેક્સ (આઈટી) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના દરોડા પડ્યા હતા. દેશના ટોચના અખબાર ગ્રુપ્સમાં એકભાસ્કર ન્યુઝ પેપરના માલિકો પર ઇન્કમટેક્ષ વિભાગતથા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના દરોડાની કાર્યવાહીના ભાગરૂપે અમદાવાદમાં દરોડા પડ્યા હતા. આઈટી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારાઅમદાવાદ,ભોપાલ,જયપુરમાં દરોડાપાડવામાં આવ્યા છે.
સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે દેશના અનેક ઠેકાણે ભાસ્કર અખબારની ઓફિસો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. ભાસ્કર અખબારના માલિકોની ઓફિસે આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. ભોપાલમાં ભાસ્કર અખબારના માલિકોના ઘર અને સંસ્થાઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. સાથે જ નોઈડા,અમદાવાદ અને જયપુરમાં પણ ભાસ્કરની ઓફિસે આઈટી વિભાગે દરોડા પાડ્યા છે.. આઈટી વિભાગની સાથે સ્થાનિક પોલીસ પણ દરોડામાં સામેલ થઈ છે. સમગ્ર સર્ચ ઓપરેશન દિલ્લી અને મુંબઈની ટીમ સંચાલીત કરી રહી છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ભાસ્કર અખબારી જૂથની ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ ઓફિસો પર ઈન્કમટેક્સ (આઈટી) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)નાદરોડા પડ્યા છે. ભાસ્કર જૂથ દ્વારા તેના જુદા જુદા વ્યવસાયોમાં કરચોરી કરાઈ હોવાના આરોપસર ભાસ્કર જૂથની જુદાં જુદાં રાજ્યોમાં આવેલી ઓફિસો પર દરોડા પડ્યા છે. આ ઉપરાંત ભાસ્કર જૂથના માલિકોને નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા છે
ઈન્કમટેક્સ વિભાગે ગુરુવારે મીડિયા જૂથ દૈનિક ભાસ્કર વિરુદ્ધ કથિત ટેક્સ ચોરીને લઇને ઘણાં શહેરોમાં દરોડાની કાર્યવાહી કરી છે. ઇન્કમટેક્સ વિભાગનું કહેવું છે કે ભોપાલ, જયપુર, અમદાવાદ અને દેશના અન્ય કેટલાક સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરાઈ છે. જો કે વિભાગ અથવા તેના નીતિનિર્માણ એકમ, સીબીડીટીમાંથી કોઇ સત્તાવાર પુષ્ટિ થઇ નથી. સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે કાર્યવાહીમાં મુખ્ય હિંદી મીડિયા જૂથના પ્રમોટર પણ સામેલ છે, જે ઘણાં રાજ્યમાં સંચાલન કરે છે.
કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે ટ્વિટર પર કહ્યુ છે કે રાજ્યની રાજધાની ભોપાલમાં પ્રેસ કોમ્પ્લેક્સમાં પોતાના કાર્યાલય સહીત સમૂહના અડધો ડઝન પરિસરોમાં ઈન્કમટેક્સના અધિકારીઓ હાજર છે. આ દરોડોમાં સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી છે. ભોપાલ સહીત જયપુર, અમદાવાદના કાર્યાલયોમાં પણ કાર્યવાહી કરાઈ છે. આ દરોડાની કાર્યવાહીને દિલ્હી અને મુંબઇની ટીમો સંચાલિત કરી રહી છે. દરોડાની માહિતી મળ્યા બાદ અખબારની ડિજિટલ વિંગને ઘરેથી જ કામ કરવા માટે જણાવી દેવામાં આવ્યું છે. હાલ વધુ જાણકારીની રાહ જોવાઇ રહી છે. સૂત્રોનું કહેવું છે કે આ મામલાને લઇને રાજસ્થાન ખાતેના કાર્યાલયમાં પણ દરોડાની કાર્યવાહી ચાલુ છે. મહત્વપૂર્ણ છે કે જયપુર હેડ ઓફિસ પર પણ કાર્યવાહી થઇ રહી છે. જાણકારી છે કે અહીં ઈન્કમટેક્સ વિભાગના લગભગ 800 અધિકારીઓ દસ્તાવેજોની તપાસ કરી રહ્યા છે. અખબારના માલિકોની ઇડી પહેલા પણ પૂછપરછ કરી ચુકી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024