શરણે આવેલા નક્સલવાદીઓમાં દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ ચેતના નાટ્ય મંડળીના ડેપ્યુટી ઇન્ચાર્જ રાજૂ ઊર્ફે રોસા તાટી (૨૪), બરસૂર એરિયા કમિટિનો સભ્ય જિરા અલામી (૪૨) અને મોલસનાર ડીએકેએમએસ પ્રમુખ કુમ્મા બરસે (૩૫)નો સમાવેશ થતો હતો એમ દંતેવાડાના જિલ્લા પોલીસ વડા અભિષેક – પલ્લવે કહ્યું હતું. તાટી ઉપર રુ. ૮ લાખનું ઇનામ જાહેર કરાયું હતું, જ્યારે લામી ઉપર રુ. ૫ લાખનું અને બરસેના માથે રુ. ૧ લાખનું ઇનામ જાહેર કરાયું હતું.૨૦૧૪ની સાલમાં જિલ્લાના સુકમા ખાતે પોલીસ સાથે થયેલર્લી હિંસક અથડામણમાં તાટી સંડોવાયેલો હતો. ઉલ્લેખનીય છે કે આ હિંસક અથડામણમાં ૧૪ પોલીસ જવાનો શહિદ થઇ ગયા હતા. તે ઉપરાંત ૨૦૧૭માં સુકમા નજીક આવેલા બરકાપાલ ખાતે પોલીસ પાર્ટી ઉપર થયેલા હુમલામાં પણ તે સંડોવાયેલો હતો. યાદ રહે કે આ હુમલામાં ૨૫ પોલીસ જવાન શહિદ થઇ ગયા હતા અને ૨૦૧૬માં ઓરછા નગર નજીક આવેલા નારાયણપુર ખાતે ૨૦૧૬માં નક્સલાદીઓ અને પોલીસ વચ્ચે થયેલી બિષણ અથડામણમાં પણ તાટી સંડોવાયેલો હતો.
જો કે અલામી અને બરસે પણ નેક નકલવાદી હુમલામાં સંડોવાયેલા હતા. જો કે હવે આ ત્રણ ખૂંખાર નક્સલવાદીઓ શરણે આવી ગયા હોઠ રાજ્ય સરકારે તેઓનાપુનઃવસન માટે નક્કી કરેલી નીતિ સુવિધા મળશે. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢસરકારે રાજ્યમાં ફેલાયેલા નક્સલવાદને નાથવા સૌ પ્રથમવાર માનવીય અભિગમ અપનાવ્યો છે તે મુજબ સરકારે શરણે વનારા નક્સલવાદીઓને રહેવા મકાન અને આજીવીકા માટે હૂંફ્નરની તાલિમ આપવાની જાહેરાત કરી છે . સરકારની આ પહેલનો નક્સલાવાદીઓ તરફથી ખુબ સારે પ્રતિસાદ સાંપડ્યો છે કેમ કે અત્યાર સુધી ૪૦૩ નક્સલવાદીઓએ શસ્ત્રો હેઠા મૂકી પોલીસના શરણે વી ગયા છે. શરણે આવેલા આ નક્સલવાદીઓ પૈકી ૧૦૭ એવા ખૂંખાર હતા જેઓના માથે પોલીસે લાખો રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024