મ્યુકરના દર્દીઓ માટ સ્મીમેરમાંથી ખાનગી હોસ્પિટલોને શનિવારથી એમ્ફોટેરિસીન બી ઇન્જેકશન આપવાનું શરૂ કરી દેવાયું છે. જેને લઈને ખાનગી હોસ્પિટલોએ દોડધામ શરૂ કરી દીધી છે. કાળાબજારી અટકાવવા સરકારે ખાલી વાયલ પરત જમા કરાવવું પણ નક્કી કર્યું છે. જો નિયમનો ભંગ થશે તો પગલાં લેવા સુધી પણ સરકાર જઈ શકે છે.
મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરી દેવામાં આવી છે.સુરતમાં મ્યુકરમાઇકોસીસના વધતા કેસોને લઈ દર્દીઓને ઈન્જેક્શન મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એમ્ફોટેરિસીન -બી ઇન્જેક્શનની ફાળવણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. તબીબોની સમિતિ બનાવવામાં આવી છે. મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં તજજ્ઞ તબીબોની સમિતિની રચના કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલના નોડલ ઓફિસર દ્વારા ઇ-મેલ આઈડી ઉપર મ્યુકરમાઇકોસીસના દર્દીઓના આધાર- પુરાવા પ્રિસ્ક્રીપશન મોકલવાના રહેશે.દર્દીઓના સગાઓએ સાંજના પાંચ વાગ્યા પહેલા ઇ-મેઇલ આઈડી injamphotericinbsmimer@gmail.com પર તમામ ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે. હાજર સ્ટોક પૈકી પ્રો રેટા મુજબ બીજા દિવસે ખાનગી હોસ્પિટલના અધિકૃત વ્યક્તિએ બપોરના 3થી 5 ના સમયગાળા દરમ્યાન સ્મીમેરની દવા બારી પરથી ઇન્જેક્શન મેળવાના રહેશે. ઇન્જેક્શન લેવા આવનાર હોસ્પિટલના કર્મચારીએ દર્દીના જરૂરી ડોક્યુમેન્ટની હાર્ડકોપી જમા કરવાના રહેશે. ઇન્જેક્શન લઈ ગયા બાદ બીજા દિવસે વાયલ જમા કરવાના રહેશે.
આ 7 ડોક્યુમેન્ટ ઇન્જેક્શન મેળવવા માટે જરૂરી રહેશે
1.ખાનગી હોસ્પિટલના ઓથોરાઇઝ ડોક્ટરના સહી સિક્કા સાથેનું ઇન્ડેન્ટ ફોર્મ
2.દાખલ દર્દીના કેસની વિગત (પ્રિસ્ક્રીપશન અને કેસની હિસ્ટ્રીશીટ)
3.દર્દીના આધારકાર્ડની નકલ
4.મ્યુરોમાઈકોસીસના નિદાનની નકલ
5.સારવાર આપતા તબીબનો ભલામણ પત્ર
6.જે તે હોસ્પિટલે નમૂના મુજબનો બાંહેધરી પત્રક આપવાનો રહેશે
7.જે દર્દીને ઇન્જેક્શન આપવામાં આવ્યા હોય તેની યાદી હાર્ડ કોપી બીજા દિવસે ઇન્ડેન્ટ ફોર્મમાં મોકલવાની રહેશે
બીજા દિવસે ઇન્જેક્શનની ખાલી શીશી પરત આપવાની રહેશે
કોરોનાના દર્દીઓ માટે મહત્વની ગણવામાં આવતા રેમેડિસિવીર ઇન્જેક્શનના મોટા પાયે કાળા બજાર કરવામાં આવ્યા હતા.આટલું જ નહિ પણ ડુપ્લીકેટ ઇંજેકશન પણ માર્કેટમાં ફરતા કરવામાં આવ્યા હતા.હવે મ્યુરોમાઈકોસીસને જયારે મહામારી જાહેર કરવામાં આવી છે ત્યારે એમ્ફોટેરિસીન -બી ઇન્જેક્શનના કાળાબજાર ન થયા એ માટે ઇન્જેક્શન મેળવ્યા બાદ બીજે દિવસે ઇન્જેક્શનની શીશી જમા કરાવવાની રહેશે.મનપા દ્વારા આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઈન્જેક્શનના ખાલી વાયલ (vial) બીજા દિવસે જમા કરાવી દેવાના રહેશે.
ઇન્જેક્શનનો જથ્થો ક્યારે આવશે તે મામલે હજુ ફોડ પડાયો નથી
મ્યુકોરમાઈકોસીસને મહામારી જાહેર કરી દીધા બાદ સ્મીમેર હોસ્પિટલથી આજે ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે એમ્ફોટેરિસીન -બી ઇન્જેક્શન નિયમ અનુસાર ફાળવવામાં આવશે જોકે ઇન્જેક્શનનો જથ્થો મોડી સાંજ સુધી સ્મીમેરમાં આવ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું.મ્યુ.કમિશ્નરે જણાવ્યું હતું કે હાલ જથ્થા બાબતે મને ખ્યાલ નથી પણ કાલથી નક્કી કર્યા પ્રમાણે જ ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દી માટે ઇન્જેક્શન આપવામાં આવશે.આ મામલે સ્મીમેરના સુપ્રિટેન્ડેન્ટ વંદના દેસાઇ સાથે વાત કરવાનો પ્રયાસ કરતા કોલ ઉચક્યો ન હતો જયારે સ્મીમેર હોસ્પિટલના આરએમઓ જયેશ પટેલ પાસે પણ ઇન્જેક્શન ક્યારે આવશે એ બાબતે સ્પષ્ટ જવાબ ન હતો.
મ્યુકોરમાઇકોસિસના સ્મીમેરમાં 2 અને સિવિલમાં 6 દર્દીઓની સર્જરી થઇ.
શુક્રવારે સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 2 અને સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના 6 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી.સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 50 સર્જરી થઇ ચુકી છે જયારે સ્મીમેરમાં 14 સર્જરી થઇ ચુકી છે.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024