મુસ્કાન ફેમિલી ટ્રસ્ટ-સુરત, ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) અને મુસ્કાન કામધેનુ મહિલા મંડળ- સુરત આયોજીત એક પહેલ એક પ્રયાસ દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોને ચીજ–વસ્તુઓના વેચાણ માટે એક્ઝિબિશનમાં વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી કરાશે.

27-Jul-2021

કોરોના મહામારીને કારણે ઘણા લોકો જોબલેસ થયા અને આર્થિંક સંકડામણ ભોગવી રહ્યા છે. ત્યારે ઘણા લોકો એવા પણ છે કે જેઓએ કોરોનાના આ કપરા કાળમાં સમયનો સદ્ઉપયોગ કરીને પોતાના જીવનમાં સફળતાનો એક નવો અધ્યાય ઉમેર્યો છે. આ ઉમદા કામમાં મહિલાઓ અવ્વલ રહી છે. કોરોનાના સમયમાં દરેકને માટે ધંધો-રોજગાર કેવી રીતે મેળવવો તે પ્રશ્ન બની ગયો હતો તેમજ અનેક પરિવારોની આર્થિક હાલત કથળી ગઈ છે, એવા ઘરોમાં બાળકો સહિતના પરિવારની જવાબદારી મહિલાઓ પર આવી પડી છે. કેટલીય મહિલાઓએ પ્રતિભા અને હિંમતનાં જોરે નાનો મોટો વ્યવસાય શરૂ કર્યો ત્યારે એમને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એ માટે મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત, ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન DICF અને મુસ્કાન કામધેનુ મહિલા મંડળ- સુરત આયોજીત એક પહેલ એક પ્રયાસ દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોને ચીજ–વસ્તુઓના વેચાણ માટે એક્ઝિબિશનમાં વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવશે. વધુ માહિતી આપતા મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ રાકેશભાઈ દાઢી એ જણાવ્યું હતું કે આ એક્ઝિબિશન ગાબાણી હોલ, પટેલ સમાજની વાડી, મીની બજાર, વરાછા રોડ ખાતે આગામી તા. 7- 8 ઓગસ્ટ, શનિ અને રવિવારે સવારે 10 થી 7 દરમિયાન યોજાશે, 60 સ્ટોલનાં આ એક્ઝિબિશનમાં વિવિધ સેગ્મેન્ટનાં સ્ટોલો લગાવવામાં આવશે જેમાં હેલ્થ સેગ્મેન્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ , રેડીમેડ ગારમેન્ટસ, ફેશન અને ફિટનેસ ઇકવીપમેન્ટ્સ, ત્વચા અને આરોગ્ય સંભાળ, ઘરગથ્થુ વસ્તુઓ, હેન્ડલુમ અને હસ્તકલા, ડ્રેસ મટીરીયલ્સ, ફેશન એસેસરીઝ, પરંપરાગત પહેરવેશ અને સાડીઓ, ઝવેરાત, આંતરિક સુશોભનની વસ્તુઓ, ડીઝાઇનર લોન્જ, ફૂડ અને બેવરેજીસ નો સમાવેશ થશે સ્ટોલ માટે રુચિ લુણાગરિયા 95377 62607 નો સંપર્ક કરવા વિનંતી. આ અભિયાનમાં ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન DICF પણ જોડાયું છે ત્યારે પ્રમુખ નિલેશભાઈ બોડકીએ જણાવ્યું હતું કે ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન DICF જે રત્નકલાકારો અને એમના પરિવાર માટે મદદરૂપ બનતું સંગઠન છે, DICF એક એવું સંગઠન છે જે રત્નકલાકારોની દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં એની સાથે ઉભુ હોય છે, અત્યારની આ પહેલ હાલની વૈશ્વિક મહામારીમાં સંઘર્ષ કરતી મહિલાઓને મદદરૂપ બનવાનો એક વિનમ્ર પ્રયાસ છે ત્યારે આવા એક્ઝિબિશન સંસ્થાઓ સાથે સહયોગથી શહેરમાં અન્ય સ્થળોએ પણ કરવામાં આવશે.

Author : Gujaratenews