મુંબઈમાં હજુ ભારે વરસાદની આગાહી: યલો એલર્ટ જાહેર

10-Jun-2021

હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં ડીપ ડીપ્રેશનની સ્થિતિ બની છે.દેશમાં ઝડપથી આગળ વધેલા નેરૂત્યના ચોમાસાએ ગઈકાલે સવારથી મુંબઈ અને મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોને ધમરોળવાનું શરુ કર્યા બાદ સવારે ૫.૩૦ વાગ્યા સુધીમાં સરેરાશ ૧૩-૧૪ ઈંચ પાણી પડી ગયું છે તથા સમગ્ર મુંબઈમાં પાણીનું સામ્રાજય છવાઈ ગયું છે. ગઈકાલે ભારે વરસાદના કારણે રેલ્વે ટ્રેક પર પાણી ફરી વળતા લોકલ ટ્રેન તથા માર્ગ વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયા છે.જેના કારણે આગામી તા.૧૪ સુધીમાં મુંબઈ અને તેના આસપાસના ક્ષેત્રમાં ભારે વરસાદ પડી શકે છે અને અનેક સ્થળોએ ૨૦૦ મીમી એટલે કે ૮-૧૦ ઈંચ સુધી વધુ વરસાદ પડશે. હવામાન વિભાગે મુંબઈમાં યલ્લો એલર્ટની સ્થિતિ જાળવી રહી છે તો નવા ડીપ ડીપ્રેશનની હવે ચોમાસુ દેશમાં મધ્ય તથા પૂર્વીય ભારતમાં આગળ વધશે અને આગામી દીવસોમાં પ.બંગાળ, ઓડીસા, ઝારખંડ, તેલંગાણા,મોનસુન વરસાદે એન્ટ્રી કરી હતી. મુંબઇમાં પ્રી મોનસુન વરસાદના કારણે પણ ચારેબાજુ પાણી ભરાઇ ગયા હતા. કેટલાક વિસ્તારમાં લોકો અટવાઇ પડ્યા હતા. મુંબઇના હિન્દમાતા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. મુંબઇમાં ભારે વરસાદ બાદ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. મધ્ય રેલવેના સાયન સ્ટેશનના ટ્રેક પર પાણી ભરાઇ ગયા હતા.હજુ ભારે વરસાદ પડી શકે છે. રેલવે દ્વારા તમામ પ્રકારના પગલા લીધા છે.

ટ્રેનો અને કર્મચારીઓને ચેતવણી આપવામાં આવી છે. પ્રથમ વરસાદના કારણે ચારેબાજુ ટ્રાફિક જામની સ્થિતી સર્જાઇ ગયા બાદ પ્રી મોનસુનને લઇને તમામ પગલાની બીએમસીની પોલ ખુલી ગઇ છે. મુંબઇમાં ભારે વરસાદના કારણે એકબાજુ સ્થિતી ખરાબ છે ત્યારે મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થઇ રહ્યો છે. દરિયાના કિનારે રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

Author : Gujaratenews