મુંબઈમાં ધોધમાર વરસાદ, દરિયામાં 4.16 મીટર ઉંચા મોજા ઉછળવાની આગાહી

09-Jun-2021

મુંબઈ ( mumbai ) શહેરમાં ચોમાસા ( monsoon) પહેલા જ ચોમાસા જેવો વરસાદ ( rain ) વરસ્યો છે. ગત રાત્રીથી મુંબઈ શહેરના અનેક પરામાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે, મુંબઈનુ જનજીવન પ્રભાવિત થયુ છે.સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે રસ્તા પર વિઝીબિલીટી ઓછી થઈ જવા પામી છે. તો ભરાયેલા વરસાદી પાણીને કારણે, કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, મુંબઈમાં વરસાદનુ પ્રમાણ ચાલુ રહેવાની સાથે દરિયામાં ઉચા મોજા ઉછળશે. મુંબઈના દરિયામાં હાઈ ટાઇડ આવવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે, દરિયામાં 4.16 મીટર ઉંચા મોજા ઉછળશે.

દક્ષિણ મહારાષ્ટ્રમાં બેસી ગયેલ નૈઋત્યનુ ચોમાસુ હવે ગણતરીના દિવસોમાં મુંબઈમાં પણ બેસી જશે. મુંબઈમાં ચોમાસા પૂર્વે જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસેલા વરસાદથી પાણી ભરાયા છે. ખાસ કરીને બાંદ્રા, કુર્લા, ચેમ્બુર, અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, કાંદિવલી, બોરીવલી, મલાડ અને દહિસરમાં આજે સવારથી જ નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ગત રાત્રીથી જ સતત વરસાદ વરસી રહ્યો છે.

Author : Gujaratenews