પ્રતિકાત્મક તસવીર
અમદાવાદ: ગુજરાતમાંથી મેઘરાજાએ છેલ્લા બે સપ્તાહથી વિરામ લઇ લીધો છે. રાજ્યમાં હજુ સુધી ૧૨.૨૬ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર ૩૭.૦૯. વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં વરસાદની ૪૮ ઘટ છે. વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાવવા લાગ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે ગુજરાતમાં હવે ફરી ચોમાસું જામી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આગામી ગુરુવારથી શનિવાર દરમિયાન ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાનપ્રમાણે બંગાળની ખાડી પર આગામી ૧૭ઓગસ્ટ સુધીમાં લો પ્રેશર સર્જાઇ રહ્યું છે. જે હવે પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. જેના પગલે ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમન થઇ શકે છે. હવામાન વિભાગના મતે ગુરુવારે નર્મદા- ડાંગ-નવસારી- વલસાડ- તાપી-દમણમાં ભારે, અમદાવાદ- ગાંધીનગર-| મહીસાગર-આણંદ- સાબરકાંઠા- અરવલ્લી- દાહોદ- પંચમહાલ-ખેડામાં મધ્યમ, શુક્રવારે ડાંગ- નવસારી-વલસાડ- તાપી-દમણમાં ભારે, અમદાવાદ- ગાંધીનગર- મહીસાગર- સાબરકાંઠા- અરવલ્લીમાં મધ્યમ જ્યારે શનિવારે ભરૂચ- સુરત વલસાડ- તાપીમાં ભારે, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં મધ્યમ વરસાદ પડશે. કેટલાક જિલ્લામાં આગામી ગુરુવારથી શનિવાર ૪૧થી ૬૧ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન પણ ફૂંકાઇ શકે છે.
ગુજરાતના જે જિલ્લામાં વરસાદની ૫૦થી વધુ ઘટ છે તેમાં અમદાવાદ- અરવલી-બનાસકાંઠા-દાહોદ- ગાંધીનગર-ખેડા-મહીસાગર-પંચમહાલ- સાબરકાંઠા-તાપી-વડોદરા-ગીર સોમનાથ-જુનાગઢ-કચ્છ-સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. રાજ્યમાં ગત વર્ષે ૧૬ ઓગસ્ટ સુધી ૨૫.૨૬ ઈંચ સાથે મોસમનો ૭૭% વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. જેની સરખામણીએ આ વખતે ગત વર્ષ કરતાં અડધાથી પણ ઓછો ૩૭૪વરસાદ નોંધાયો છે. ગત વર્ષે ૩૯ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ હતો. જ્યારે આ વર્ષે ૫ તાલુકા જ એવા છે જ્યાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
અત્યારસુધી કચ્છમાં ૫.૫૧ ઈંચ સીન્જ૩૧.૭૩%, ઉત્તર ગુજરાતમાં ૮.૮૧ ચ સાથે ૩૧,૨૩૪, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૧.૦૬ ઈંચ સાથે મોસમનો ૩૪,૯૦, સૌરાષ્ટ્રમાં ૯.૪૦ ઈંચ સાથે મોસમનો ૩૪.૧૧% અને દક્ષિણ ગુજરાતમાં ૨૪.૧૭ ઈંચ સાથે મોસમનો ૪૨.૦૧૪ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024