રાજ્યમાં ચોમાસાથી થઇ ગઇ છે એન્ટ્રી. હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે, હવે રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે.મુંબઇને વરસાદે ધમરોળ્યા બાદ દક્ષિણ ગુજરાત તરફ ચોમાસું આગળ વધ્યું છે. જેને કારણે દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. ખાસ કરીને વલસાડ જિલ્લાના વાતાવરણમાં વરસાદી માહોલ છવાયો હતો. ગઇકાલ અને આજે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.રાજ્યના ચેરાપૂંજી એવા કપરાડા વિસ્તારમાં મેહુલિયાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વલસાડ સુધી મેઘસવારી પહોંચી ગઇ છે. જો કે, દક્ષિણ ગુજરાતની બહાર હાલ ચોમાસું આવશે નહીં. મહત્વનું છે કે સામાન્ય કરતા 6 દિવસ પહેલા રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ પડી શકે છે. તેથી હવામાન વિભાગે માછીમારોને આગામી ત્રણથી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અહીં, મોડી રાતથી સવાર સુધી પ્રદેશમાં અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે બાલદેવી નજીકથી પસાર થતી ખાડી બે કાંઠે વહેવા લાગી હતી. આ ખાડી બે કાંઠે વહેતી થતાં અનેક માછીમારો માછલી પકડવા ઉમટી પડયા હતા.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024