મોદી મંત્રીમંડળ પહેલા આ કદાવર મંત્રીનું રાજીનામુ , કોણ સંભાળશે સુકાન? ગુજરાતના આ મંત્રીને પણ કેબિનેટમાં સ્થાન મળવાની પ્રબળ શક્યતા
07-Jul-2021
સૂત્રોનાં હવાલેથી જાણવા મળ્યું છે પુરુષોત્તમ રૂપાલાને કેબિનેટમાં સ્થાનની પ્રબળ સંભાવના બની છે. આ ઉપરાંત કેબિનેટમાં 18 પૂર્વ રાજ્યમંત્રી શામેલ થશે.કેન્દ્રીય કેબિનેટમાં મોટો બદલાવ થવા જઇ રહ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, 20 નવા ચહેરાઓને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. પરંતુ તેના ઠીક પહેલા કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ કુમાર ગંગવાર, કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલે રાજીનામુ આપી દીધું છે. તેની જગ્યા મિનિસ્ટ્રીમાં કોણ લેશે તે માટે થોડી વાટ જોવી પડશે.
મોદીની નવી ટીમમાં તમામ સમીકરણોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કારણ કે આવતા વર્ષે યુપી, ઉત્તરાખંડ, ગુજરાત, ગોવા, હિમાચલ પ્રદેશ અને પંજાબ 6 રાજ્યમાં ચૂંટણી પણ છે.
સંતોશ ગંગવારે મોદી સરકારમાં સ્વતંત્ર હવાલા સાથે રાજ્યમંત્રી પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમને શ્રમ અને રોજગાર મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. 2017 માં, ગેંગવારને શ્રમ અને રોજગાર પ્રધાન બનાવવામાં આવ્યા હતા. 2014 માં, સંતોષ ગંગવારને મોદી સરકારમાં નાણાં રાજ્ય પ્રધાનનો હવાલો સોંપાયો હતો. આ પછી, જ્યારે પ્રધાનોની પરિષદમાં ફેરબદલ થયો હતો, ત્યારબાદ તેમને કાપડ રાજ્ય મંત્રી પદ આપવામાં આવ્યું હતું.
ગંગવારે વિજ્ઞાન અને તકનીકી રાજ્ય પ્રધાન પદ પણ સંભાળ્યું છે. ચૂંટણીના રાજકારણમાં ગંગવારની મોટી સફર 1981માં શરૂ થઈ હતી જ્યારે તેઓ બરેલીથી ભાજપના ટિકિટ પર લડ્યા હતા, પરંતુ હાર્યા હતા. 1984 માં, તેમને સામાન્ય ચૂંટણીમાં પણ હારનો સામનો કરવો પડ્યો. આ પછી તેની જીતવાની સિલસિલો શરૂ થઈ. ગંગવારે 1989થી ઉત્તર પ્રદેશના બરેલીથી સતત છ ચૂંટણી જીતી હતી. ત્યારબાદ 2009માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રવીણસિંહથી તેનો પરાજય થયો. આ પછી, ગંગવારે ફરીથી વિજય મેળવ્યો હતો.“
કેબિનેટમાં 13 વકીલ,6 ડોકટર,4 એન્જિનિયર સામેલ કરાશે
અલ્પસંખ્યક કોટામાંથી 5 મંત્રીઓનો સમાવેશ થઇ શકે
કેબિનેટમાં 11 મહિલાઓને સામેલ થઇ શકે
અનુરાગ ઠાકુરનો મંત્રીમંડળમાં થઇ શકે છે સમાવેશ
કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલને હટાવાયા
કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવોરે આપ્યું રાજીનામુ
કેબિનેટની વયમર્યાદા મહત્તમ 58 વર્ષની રહેશે
આજે સાંજે 43 મંત્રીઓ શપથ લઇ શકે..
સુશીલ મોદી, જ્યોતિરાદિત્ય સિંધિયાના નામોની પણ ચર્ચા
25-Jun-2025