નવી દિલ્હી, ભારતની મહિલા બોકસર મેરી કોમ અને મેન્સ હોકી ટીમનો કેપ્ટન મનપ્રીત સિંઘ ટોકિયો ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારંભમાં ભારતીય કાફલાની જે સૂચ યોજાશે તેમાં ભારતીય રાષ્ટ્ર ધ્વજ સાથે નેતૃત્વ કરશે. જ્યારે કુસ્તીબાજ બજરંગ પુણીયા ૮ ઓગસ્ટે પૂર્ણાહુતિ સમારંભમાં ભારતીય કાફલાની સૌથી આગળ રહી દોરવણી કરશે.
ભારતીય ઓલિમ્પિક એસોસીએશને આ ખેલાડીઓના નામની યાદી ટોકિયો ઓલિમ્પિક આયોજક સમિતિને મોકલી દીધી છે.
સૌ પ્રથમ વખત ઉદ્ઘાટન સમારંભ મેરી કોમે પ્રતિભાવ આપતા કહ્યું હતું. કે, મારી કારકિર્દીની આ અવિસ્મરણીય ઘડી હશે હું અત્યારથી જ આ સમાચાર જાણીને ભાવુક થઈ ગઈ છું. મારી છેલ્લી મને આવી તક અપાઈ હોઈ હું મેડલ જીતવા માટે વધુ પ્રેરિત થઈશ. મેરી કોમ છ વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકી છે. ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ૨૦૧૬ની રીઓ ઓલિમ્પિકમાં ભારત તરફથી હજુ એકમાત્ર વ્યક્તિગત મેડલ જીતનાર અભિનવ બિન્દાને ફ્લેગ બેરરની તક આપવામાં આવી હતી.
અગાઉ પ્રત્યેક દેશ એક ખેલાડીને ઉદ્ઘાટન સમારંભમાં નેતૃત્વ માટે રાખી શકતો હતો. હવે એક પુરૂષ અને એક મહિલા માટે પરવાનગી અપાઈ છે.
વાંચો: જાપાનમાં પહેલીવાર વરસાદ બાદ કાદવનું પુર, 1500 લોકો ફસાયા, 100 લાપતા, 3ના મોત
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024