મેહુલ ચોકસીએ ગર્લફ્રેન્ડને પણ છેતરીઃ નકલી ડાયમંડ બ્રેસલેટ અને વીંટી ભેટ આપ્યા હતા!

09-Jun-2021

ડોમિનિકા:પંજાબ નેશનલ બેન્ક સ્કેમમાં આરોપી મેહુલ ચોક્સી અત્યારે ડોમિનિકા દેશમાં પોલીસની કસ્ટડીમાં છે. બાર્બરા જરાબિકાને મેહુલ ચોક્સીની ગર્લફ્રેન્ડ માનવામાં આવે છે. પહેલાં મેહુલ ચોક્સી તરફથી તેના પર આરોપ લગાવવામાં આવ્યો હતો પરંતુ હવે બર્બરાએ પણ તેના તરફથી ખુલાસા કરવાનું શરૂ કર્યું છે. એક મીડિયા મુલાકાતમાં બાર્બરાએ મેહુલ ચોક્સી વિશે ઘણા નવા ઘટસ્ફોટ કર્યા છે. બાર્બરાએ જણાવ્યું હતું કે તે મેહુલ ચોક્સીની મિત્ર હતી. મેહુલે તેનું નામ રાજ જણાવ્યું હતું. બાર્બરાના જણાવ્યા પ્રમાણે, મેહુલ ચોક્સીએ ગયા વર્ષે તેની વિઝિટ દરમિયાન તેની સાથે મિત્રતા કરી હતી. મેહુલે તેને રિંગ અને બ્રેસ્લેટ પણ ગિફ્ટ કયા હતાં, પરંતુ એ નકલી ડાયમંડનાં હતાં. મેહુલ ચોક્સી દ્વારા લગાવવામાં આવેલા કિડનેપિંગના આરોપ વિશે બાર્બરાએ કહ્યું હતું કે એ વાત સાથે તેને કોઈ લેવા-દેવા નથી. તેનું નામ કેસમાં મેહુલ ચોક્સીના વકીલ અને પરિવારના લોકોએ સામેલ કર્યું છે.

Author : Gujaratenews