મલ્હાર ઠાકરની ફિલ્મ “સ્વાગતમ”ને થિએટર પહેલા હવે તમે શેમારૂમી ઓટીટી પ્લેટફોર્મ પર મજા માણી શકશો. ‘સ્વાગતમ્- વેલકમ ટુ મેહતાસ’માં પોર્ટુગલ સ્ટાઈલના એક બંગલા ‘મેડહાઉસ’માં રહેતા એક મેહતા પરિવારની આ વાર્તા છે. જેમાં પ્રતિભાશાળી કલાકાર ઓજસ રાવલ, મુખ્ય કલાકાર મલ્હાર ઠાકર અને મુખ્ય અભિનેત્રી કથા પટેલ જોવા મળશે.
મલ્હાર ઠાકરે કહ્યું હતું કે આ અનિશ્ચિત અને મુશ્કેલ સમય છતાં પણ દરેક કલાકારો માટે એ વધુ મહત્વનું છે કે, તેઓ એક સલામત અને મનોરંજક વાતાવરણ ઉભું કરે. મારી નવી ફિલ્મ સ્વાગતમની રિલીઝનો હેતુ પણ લોકોનો ધ્યાન વાળવાનો છે અને શેમારૂમી પ્લેટફોર્મ પર થિએટ્રિકલ રિલીઝ પહેલા દર્શકો ડિઝીટલ પ્રથમ રિલીઝ મૂવીને જોઈ શકશે. આ મૂવી અત્યંત પાગલ કરી દે તેવી છે અને મને વિશ્વાસ છે કે, દર્શકો તેમના ઘરે સલામત અને આરામદાયી રીતે આ ફિલ્મને માણી શકશે.
Author : Gujaratenews
20-Aug-2024