જ્હોનિસબર્ગ :મહાત્મા ગાંધીના પ્રપૌત્રીને દક્ષિણ આફ્રિકામાં ફોડ કેસમાં દોષિત ઠેરવવામાં આવતા કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી છે. આશીષ લતા રામગોબીન વિરુદ્ધ એક બિઝનેસમેન એસ આર મહારાજ સાથે 60 લાખ રેન્ડ (દ. આફ્રિકાનું ચલણ)ના ફ્રોડ કરવાનો આરોપ લાગ્યો હતો. સોમવારે સ્થાનિક કોર્ટે તેમને દોષીત ઠેરવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ બિઝનેસમેને આશીષ લતા ગોબીનને ભારતથી આવતી અસ્તિત્વમાં ન હોય તેવી ખેપ પર આયાત અને કસ્ટમ ડ્યુટી ક્લિયરન્સ કરાવવા 6.2 મિલિયન રેન્ડ આપ્યા હતા. મહારાજે તેને નફામાં પણ ભાગ આપવાનું વચન આપ્યું હતું.
લતા રામગોબિનને ડરબનની સ્પેશ્યલાઈઝ્ડ કોમર્શિયલ ક્રાઈમ કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી અને દોષી ગણાવ્યા બાદ તેની વિરૂદ્ધ અપીલ કરવાથી પણ તેને અટકાવી દીધી છે. લતા રામગોબીન જાણીતા અધિકાર કાર્યકર્તા ઈલા ગાંધી તેમજ દિવંગત મેવા રામ ગોબિંદના પુત્રી છે. લતા વિરુદ્ધ આ કેસની સુનાવમી 2015માં થઈ હતી. નેશનલ પ્રોસિક્યુટિંગ ઓથોરિટીના બ્રિગેડિયર હંગવાની મુલૌદજીએ જણાવ્યું હતું કે, રોકાણકારોને આશ્વસ્ત કરવા બોગસ બીલો અને દસ્તાવેજો રજૂ કરીને એમ કહ્યું હતું કે ભારતથી ત્રણ કન્ટેઈનરમાં લીનન આયાત કરાયું છે. તે સમયે લતા રામગોબીનને 50,000 રેન્ડ પર જામીનમુક્ત કરાયા હતા.
એસ આર મહારાજની કંપની અન્ય કંપનીઓનો નફાના વહેંચણીના આધારે ધિરાણ ઉપલબ્ધ કરાવે છે. લતા રામગોબિને દક્ષિણ આફ્રિકાના હોસ્પિટલ જૂથ નેટકેર માટે લિનનના ત્રણ કન્ટેઈનર આયાત કરવામાં આવ્યા હોવાનું મહારાજને જણાવ્યું હતું. જો કે આયાત અને કસ્ટમ્સ ક્લિયરન્સ માટે મહારાજ પાસેથી લતાએ નેટકેર હોસ્પિટલનો બોગસ પર્ચેઝ ઓર્ડર રજૂ કર્યો હતો. બાદમાં નેટકેરના બિલો અને ડિલીવરી નોટ પુરાવા તરીકે દર્શાવી પેમેન્ટ બાકી હોવાનું જણાવ્યું હતું. મહારાજે લતાને 6.2 મિલિયન રેન્ડ આપ્યા હતા. બાદમાં નેટકેરના બેન્ક એકાઉન્ટ વતી પેમેન્ટ કરાયું હોવાની ખાતરી પણ બિઝનેસમેનને આપવામાં આવી હતી. રામગોબિ પરિવારની શાખ તેમજ નેટકેરના ડોક્યુમેન્ટ્સને પગલે મહારાજે લતા સાથે લોન માટે કરાર કર્યા હતા. જો કે આ દસ્તાવેજો બોગસ હોવાનું જણાતા મહારાજે લતા વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાવ્યો હતો.
કોણ છે આશિષ લતા રામગોબિન
આશિષ લતા રામગોબિન જાણીતા એક્ટિવિસ્ટ ઈલા ગાંધી અને સ્વર્ગસ્થ મેવા રામગોબિનની પુત્રી છે, જેમણે દક્ષિણ આફ્રિકામાં પોતાના કાર્યકાળ દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ફિનિક્સ સેટલમેન્ટને પુનર્જીવિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. રામગોબિનની માતા ઈલા ગાંધી ઈન્ટરનેશનલ સ્તરે ઓળખ ધરાવે છે ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીના અન્ય વંશજ માનવઅધિકારના કાર્યકર્તા રહ્યા છે. એમાં લતા રામગોબિનના પિતરાઈ ભાઈ કીર્તિ મેનન, સ્વર્ગીય સતીશ ધુપેલિયા અને ઉમા ધુપેલિયા સામેલ છે. રામગોબિનની માતા ઈલા ગાંધીને તેમના પ્રયત્નો માટે ઈન્ટરનેશનલ સ્તર પર ઓળખ મળી છે. ઈલા ગાંધીને ભારત અને દક્ષિણ આફ્રિકા બંને દેશોનાં રાષ્ટ્રીય સન્માન મળી ચૂક્યાં છે.
11-Apr-2025