મહારાષ્ટ્ર : મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 46781 નવા કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. બુધવારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે 816 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાહતની વાત છે કે નવા કેસોની તુલનામાં બુધવારે 58805 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે.Corona વાયરસના નવા કેસોમાં ઉતાર- ચઢાવ જોવા મળી રહ્યો છે. જેમાં મંગળવારની તુલનામાં બુધવારે ફરીથી નવા કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં હાલ કોરોના 5,46,129 સક્રિય કેસ છે.
મહારાષ્ટ્ર રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા કુલ 46 હજારથી વધુ નવા કેસ સાથે 52,26,710 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 78,007 લોકોનાં મોત નીપજ્યાં છે. અને 46,00,196 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે. મંગળવારે રાજ્યમાં 40,956 નવા કેસ નોંધાયા હતા. આ કિસ્સામાં ગઈકાલ કરતા 6000 જેટલા વધુ કેસ છે. કોરોના વાયરસને કારણે 793 લોકોનાં મોત થયાં છે
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024