લૂંટેરી દુલ્હનોથી યુવાનો ચેતજો: કોઈ પણ ઠગાઇનો ભોગ ન બને, 38 વર્ષે યુવકનું માંડ માંડ ઠેકાણું પડ્યું, તો પત્ની નીકળી લૂંટેરી દુલ્હન

16-Jun-2021

અમદાવાદઃ   શહેરમાં ફરી એક વખત લૂંટેરી દુલ્હન લગ્ર કરીને પૈસા પડાવીને ફરાર થઇ ગઇ છે. આવી લૂંટેરી દુલ્હનોથી યુવાનો ચેતવવાની જરૂર છે કે તે પણ ઠગાઇનો ભોગ ન બને.

ત્રણ અલગ-અલગ યુવાન સાથે ત્રણ મહિનામાં એક લૂંટેરી દુલ્હન ત્રણ-ત્રણ વાર લગ્ન કર્યા. લૂંટેરી દુલ્હનની ગેંગ લગ્રવાંચ્છુક યુવાન પાસેથી પૈસા પડાવતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.જેમાં લૂંટેરી દુલ્હન ગેંગ 3 લાખ રૂપિયા, સોનાનું મંગળસુત્ર અને મોબાઇલ લઇને ફરાર થઇ ગઇ છે. હાલ ગોમતીપુર પોલીસે લુંટેરી દુલ્હન,પંડિત અને વકીલ સહિત પાંચ લોકો સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

શહેરમાં ફરી એક વખત લૂંટેરી દુલ્હન લગ્ર કરીને પૈસા પડાવીને ફરાર થઇ ગઇ છે. ગાંધીનગરના માણસામાં રહેતો અને સોની જવેલર્સ કામ કરતો 38 વર્ષિય અલ્પેશ સોની લગ્ર માટે યુવતીની શોધમાં હતો. ત્યારે તેના પિતાના એક ઓળખીતા વ્યક્તિએ મહિલાનો દાસ્તાન સર્કલ પાસે રહેતી સોનલ પંચાલ નામની યુવતીની લગ્ર વાત લઇ આવ્યા હતા. યુવતી પસંદ આવતા જ એક એડવોકેટની ઓફિસમાં લગ્ર કર્યા.

લગ્ર સમયે યુવક અલ્પેશએ યુવતી સોનલની ભાભી લલીતાને અઢી લાખ રૂપિયા અને 50 હજાર દુલ્હન સોનલને આપ્યા હતા. બાદમાં યુવતીને આણું ફેરવવા અને માતાજીના નિવેદ માટે લઇ જવાનું કહી યુવતી સહિતના લોકો ફરાર થઇ ગયા.પણ બાદમાં પત્ની પરત ન આવતા યુવક અલ્પેશ તપાસ કરતા સામે આવ્યુ કે અન્ય બે લોકો સાથે લગ્ર કરી ઠગાઇ આચરી હતી.

ભોગ બનનાર અલ્પેશ સોની ફરિયાદમાં કહેવું છે કે પોતાના લગ્ર કરવા માટે યુવતીની શોધમાં હતા. ત્યારે પિતાના ઓળખીતા અંબાજીમાં રહેતા મુકેશભાઇને વાત કરતાં તેઓએ લક્ષ્મીબેન સિધીને નંબર આપ્યો હતો. અને જણાવ્યું કે આ બહેન કોઇ પરિચિત છોકરીઓના સંપર્ક કરી લગ્ન કરાવી આપે છે. જે બાદ લક્ષ્મીબેનએ દાસ્તાન સર્કલ નજીક રહેતી સોનલ પંચાલ નામની એક ગરીબ ઘરની દીકરી બતાવી હતી.જેના માટે ભોગ બનનાર અલ્પેશ સોની પરિવાર સાથે દાસ્તાન સર્કલ પાસે સાત માળિયા યુવતીના મકાન જોવા ગયા હતા.

બાદમાં યુવતી પસંદ આવતા 14મી મેના રોજ ગોમતીપુર ખાતે એક એડવોકેટની ઓફિસમાં બંન્ને પક્ષો લગ્ન કરાવ્યા હતા. લગ્ર બાદ સોનલ માણસા ખાતે યુવક અલ્પેશના ઘરે આવી અને આઠ દિવસ તેના ઘરે રોકાઇ હતી. અને બાદમાં લગ્ર કરાઇ આપનાર લક્ષ્મીબેન, ભાભી લલીતા બેન,અને ભાઇ વિજયભાઇ અલ્પેશ ઘરે ગાડી લઇને ગયા.

સોનલનું આણું ફેરવવાનુ અને માતાજીના નૈવેદ્ય કરવાનું હોવાનું જણાવી લઇ ગયા. ત્યારબાદ યુવતી સોનલ ફોન બંધ થઇ જતા તેના ઘરે તપાસ કરી ઘર પણ બંધ હતું. જે તપાસ કરતા અન્ય યુવક સાથે લગ્ર કરવાના બહાને પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું હોવાથી ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસને પ્રાથમિક તપાસમાં આ પ્રકારે અનેક લગ્રવાંચ્છુક યુવાન સાથે ઠગાઇ કરી હોવાની શંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ પોલીસ તપાસ કરતા ત્રણ યુવકો સાથે એક લૂંટેરી દુલ્હન લગ્ર કર્યા હોવાનું સામે આવ્યું છે.જેમાં ત્રણે યુવકોમાં એડવોકેટની ઓફિસમાં અને એક જ પંડિતે ત્રણ -ત્રણ વાર લગ્ન કરાવ્યા છે.

હાલ ગોમતીપુર પોલીસે લૂંટેરી દુલ્હન સોનલ,પંડિત દશરથલાલ,એડવોકેટ શૈલેષ સોંલકી અને લલીતા પંચાલ, મહેશ પંચાલ, લક્ષ્મી સિંઘી, વિજય નામના ગેંગ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે આવી લૂંટેરી દુલ્હનોથી યુવાનો ચેતવવાની જરૂર છે કે તે પણ ઠગાઇનો ભોગ ન બને.

Author : Gujaratenews