UP ધર્માંતરણ કેસમાં તપાસનો રેલો ગુજરાત પહોંચ્યો, રાષ્ટ્રવ્યાપી હવાલા નેટવર્ક

05-Jul-2021

VADODARA :  એક હજાર લોકોના ધર્માંતરણ પ્રકરણની તપાસ કરી રહેલી ઉત્તરપ્રદેશ ATSની તપાસમાં ખુલ્યું હતું કે ઉમર ગૌતમની દાવાહ સંસ્થામાં વિદેશથી અને દેશમાં રહેલી કેટલીક સંસ્થાઓ દ્વારા કરોડો રૂપિયાનું ફંડ મળ્યું હતું, દાવાહ સંસ્થામાં જે NGOના એકાઉન્ટમાંથી મોટી રકમ જમા થઇ હતી. તેમાં વડોદરાના AFMI ટ્રસ્ટનો પણ સમાવેશ થાય છે. અને એટલે જ તેના ટ્રસ્ટી સલાઉદ્દીનની ગુજરાત ATSની મદદથી ઉત્તરપ્રદેશ ATS દ્વારા ધરપકડ કરવામાં આવી,

ઉત્તરપ્રદેશ ATS દ્વારા સલાઉદ્દીનને લખનૌ કોર્ટમાં રજુ કરી ૫ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. NRI મુસ્લિમ દાનવીરો દ્વારા ગુજરાતના ગરીબ કોવિડ દર્દીઓની સારવાર માટે AFMI ટ્રસ્ટને દાન મોકલવામાં આવતું હતું. અને આ દાનની રકમમાંથી સલાઉદ્દીને ઉમર ગૌતમના દાવાહ ટ્રસ્ટમાં અઢી કરોડ જેટલી રકમ મોકલી હોવાના પુરાવા ઉત્તરપ્રદેશ ATS ને હાથ લાગ્યા છે, જોકે સલાઉદ્દીન શેખ આ વાતનો ઇનકાર કરી રહ્યો છે, પરંતુ તેના એકાઉન્ટન્ટ ફરીદ સૈય્યદની પૂછપરછમાં તપાસ એજન્સીઓને મહત્વપૂર્ણ પુરાવાઓ હાથમાં લાગ્યા છે.

 

સલાઉદ્દીન શેખ અને ફરીદ સૈય્યદની પૂછપરછ તથા ઉલટ તપાસમાં દાનની રકમનો રૂટ વાયા ભરૂચ હોવાનું ખુલી રહ્યું છે ,મૂળ ભરૂચના વતની યુકે સ્થિત એક NRI દ્વારા કરોડો રૂપિયાની રકમ સલાઉદ્દીનને મોકલી હતી. અને આ રકમ હવાલાથી આવી હોવાના પુરાવા તપાસ એજન્સીઓને હાથ લાગ્યા છે.

એટલે જ હવે ઉમર ગૌતમના આર્થિક વ્યવહારોની તપાસ કરી રહેલ ઉત્તરપ્રદેશ ATS ઉપરાંત કેન્દ્રીય તપાસ એજન્સીઓનો રેલો ભરૂચ,અંકલેશ્વર,કોસંબા અને સુરતના હવાલા ઓપરેટરો તથા આંગડીયા પેઢીઓ સુધી લંબાયો છે. કેન્દ્રીય એજન્સીઓ સ્થાનિક એજન્સીઓની મદદથી આ તમામ નગરો સહીત દક્ષિણ ગુજરાતમાં મોટા હવાલા ઓપરેટરો અને આંગડીયા પેઢીઓની ભૂમિકાની તપાસ કરી રહી છે.

ભરૂચ અંકલેશ્વરના હવાલા ઓપરેટરો મારફતે કરોડો રૂપિયાની રકમ વડોદરા સ્થિત સલાઉદ્દીન શેખને પહોંચતી હતી. અને, સલાઉદ્દીન આ રકમ દિલ્હી ખાતે ઉમર ગૌતમને પહોંચાડતો હતો. UK સ્થિત અલ-ફલાહ સંસ્થા દ્વારા પણ ભરૂચ ખાતે મોટું ફંડ મોકલવામાં આવ્યું હતું ,અલ-ફલાહ ટ્રસ્ટના આર્થિક વ્યવહારો અને ખાતેદારો તથા દાનવીરોની ભૂમિકાની તપાસ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

ગેરકાનૂની પ્રવુત્તિઓ માટે હવાલા મારફતે પૈસા મોકલવા અને તેમાં ભરૂચ કે દક્ષિણ ગુજરતમાં તપાસ થવી એ કોઈ પહેલો પ્રસંગ નથી. ભૂતકાળમાં પણ અનેક વખત ભરૂચ સુરતનું નામ ઉછળી ચુક્યું છે ,અક્ષરધામકાંડમાં પણ વિદેશથી મોટી રકમ હવાલા મારફતે ગુજરાત પહોંચી હતી, જેમાં ભરૂચના કેટલાક લોકોના નામ ખુલ્યા હતા, ફરી એક વાર ઉત્તરપ્રદેશ ધર્માંતરણ પ્રકારણમાં વિદેશથી કરોડો રૂપિયાનું ફંડિંગ થયું હોવાના પુરાવા સામે આવ્યા બાદ ભરૂચ અને દક્ષિણ ગુજરાત ચર્ચાના ચકડોળે ચડયું છે.

Author : Gujaratenews