લોકડાઉનથી કંટાળેલા બ્રિટનવાસીઓ રસ્તા પર ઉતર્યા

15-Jun-2021

કોરોનાના લીધે લોકડાઉનના પ્રતિબંધોથી કંટાળેલા યુ.કે. વાસીઓનો મિજાજ હવે બરોબરનો ફાટ્યો છે. લંડનમાં હજારો લોકોએ કોરોના અંગેના બધા પ્રતિબંધોનો અંત લાવવા માટે માસ્ક પહેર્યા વગર ડાઉનિંગ સ્ટ્રીટ સુધી રેલી કરી હતી. આ દરમિયાન તે પોલીસ કર્મચારીઓ સાથે પણ ગરમાગરમ દલીલો કરતાં જોવા મળ્યા હતા. કેટલાક લોકો બૂમો પાડતા હતા કે ૯૯.૩ ટકા લોકો કોરોનાના લીધે મર્યા નથી અને સૌથી મોટું વાઇરસ હોય તો તે મીડિયા છે. આ દેખાવો વચ્ચે વડાપ્રધાન બોરિસ જોન્સને લોકડાઉનનો અંત લાવવાનું ૧૯મી જુલાઇ સુધી પાછું ઠેલ્યું હતું. અગાઉ આ લોકડાઉન ૨૧ જૂને પૂરું થવાનું હતું. હવે ભારતીય વેરિયન્ટના લીધે અનલોક ચાર સપ્તાહ પાછું ઠેલાતા બ્રિટનવાસીઓ બરાબર રોષે ભરાયા છે. આ પહેલા પણ તેઓ ૯૦ દિવસનું લોકડાઉન વેઠી ચૂક્યા છે.

બીજી તરફ,વિરોધીઓએ ડાઉનિંગ સ્ટ્રીટ તરફ કૂચ કરી હતી અને G7 નેતાઓને ગાઝા હુમલો બાદ ઇઝરાઇલને આપેલ સમર્થન સમાપ્ત કરવા હાકલ કરી હતી.Palestinian પેલેસ્ટિનિયન ક્ષેત્રમાં ઇઝરાઇલની નીતિઓનો વિરોધ કરવા માટે વડા પ્રધાન બોરીસ જ્હોનસનના સત્તાવાર નિવાસસ્થાન તરફ કૂચ કરી રહ્યા હતા.

વિરોધ પ્રદર્શન કરનારાઓએ યુનાઇટેડ કિંગડમ અને અન્ય જી 7 સરકારો દ્વારા પેલેસ્ટાઈનો સામેના ઇઝરાઇલના યુદ્ધના ગુનાઓમાં જે જહેમત ઉઠાવી હતી તેનો અંત લાવવાની માંગ કરી.

Author : Gujaratenews