પ્રતિકાત્મક તસવીર.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગવા લાગ્યા છે. દેશના કેરળ રાજ્યએ બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આગામી 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. ત્યારે ન્યૂઝ એજન્સી એએનઆઇએ સૂત્રોના હવાલાથી સમાચાર સાપ્યા છે કે, તાજેતરમાં થયેલી સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સ અંગે કેન્દ્રીય આરોગ્ય વિભાગે રાજ્ય સરકારને કોરોનાની ગાઇડલાનનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપી છે. એએનઆઇએ કરેલા દાવા પ્રમાણે, તાજેતરમાં કેરળમાં જોવા મળેલ "સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સ" પર કેન્દ્રીય આરોગ્ય સેક્રેટરી રાજેશ ભૂષણે કેરળ સરકારને પત્ર લખ્યો છે. આરોગ્ય સચિવે ઉલ્લેખ કર્યો છે કે COVID માર્ગદર્શિકાઓને યોગ્ય રીતે અનુસરવાની જરૂર છે. સામૂહિક/સામાજિક મેળાવડા માર્ગદર્શિકાઓનું પાલન કડક રીતે અમલમાં મૂકવું જરૂરી છે, તેમ એએનઆઇને સૂત્રો દ્વારા જણાવાયું છે.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025