મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમા મોટો ઘટાડો થયો હોવા છતાં પણ સરકારે લોકડાઉન 15 દિવસ લંબાવી દીધું
31-May-2021
મહારાષ્ટ્ર રાજ્યમાં વધુ 15 દિવસ લોકડાઉન લંબાવવામાં આવે છે જે 15 જુન સુધી અમલી રહેશે. જિલ્લાના કેસો પ્રમાણે કેટલીક છૂટછાટો આપવામાં આવશે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે લોકો સતત સવાલો પૂછી રહ્યાં છે. પરંતુ રાજ્ય સુરક્ષિત રહે તેવી અમારી કોશિશ છે. કડક લોકડાઉન નહીં પરંતુ આ વખતે કડક નિયમ બનાવાયા છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં હજુ ઘણા એવા જિલ્લા છે જ્યાં નિયમો હળવા કરાયા છે અને ત્યાં કેસો વધવા લાગ્યાં છે. શહેર કરતા ગામડાઓમાં આવી સ્થિતિ વધારે જોવા મળી છે.
તેમણે કહ્યું કે કુદરતી હોનારત વખતે જરુરી રાહત સામગ્રીના મુદ્દે મેં તાજેતરમાં પ્રધાનમંત્રી સાથે વાત કરી છે. મને આશા છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં અમને મદદ પૂરી પાડશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025