સરદાર ધામ: શૌર્ય અને બહાદુરી દાખવવા બદલ, સન્માન કાર્યક્રમ એવમ્ પૂજય સચ્ચિદાનંદ સ્વામીજીનું લાઈવ પ્રવચન

07-May-2021

સુરત: તારીખ.: ૦૭.૦૫.૨૦૨૧ શુક્રવાર, સમય.: સાંજે ૬.૦૦ કલાકે સરદારધામ સ્ત્રી શકિતકરણના કામ માટે કટિબધ્ધ અને સંકલ્પબધ્ધ છે.ત્યારે આપણી વચ્ચે એવી ઘટના બની છે જે સ્ત્રીશક્તિની બહાદુરી અને શૌર્યનું ઉત્તમ ઉદાહરણ છે. પાટણ જિલ્લાના સમી ગામના ડાહ્યાભાઇ પટેલનો અકસ્માત થતાં ઘરના કોઇ સભ્ય હાજર ન હોવાનો લાભ ઉઠાવીને ચાર ધાડપાડુ-લૂંટારા તેમના ઘરમાં ચોરીના ઇરાદે ઘુસ્યા. તે જ સમયે તા.૦૨.૦૫.૨૦૨૧ના રોજ સંજોગોવસાત્ એમની દીકરી કામિનીબેન ઘરે પહોંચ્યા. અચાનક લુંટારાઓને જોઇને કોઇપણ ડરીને હિંમત હારી જાય તેની જગ્યાએ કામિનીબેને બહાદુરીથી ધોકે ને ધોકે એક લૂંટારાને પકડીને માર્યો. તે જોઇને બીજા ત્રણ લૂંટારા ફરાર થઇ ગયા. બાદમાં કામિનીબેને પડેલા લૂંટારાને પોલીસને હવાલે કર્યો. પાટીદાર દીકરી કામિનીબહેનની આ બહાદુરી બદલ સમરત પાટીદાર સમાજ વતી ટીમ સરદારધામ તેમજ સમગ્ર ટ્રસ્ટીગણ તેમનું અભિવાદન કરે છે. આ દીકરીનું સન્માન કરવું એ આપણો સામાજિક તેમજ રાષ્ટ્રીય ધર્મ છે,જેનાથી બીજી દીકરીઓને પ્રેરણા મળે. આ દીકરીનું સન્માન પ્રગતિશીલ વૈચારિક ક્રાંતિના પ્રણેતા પરમ પૂજય સ્વામીશ્રી સચ્ચિદાનંદજી મહારાજના વર્દ હસ્તે કરવામાં આવશે. તેમજ પૂજય સ્વામીજી દ્વારા લાઈવ પ્રવચન નિહાળવા વિનંતી છે.

ટીમ સરદારધામ અને સમગ્ર ટ્રસ્ટીગણ વતી, ગગજી સુતરીયા પ્રમુખ સેવક, CA બી.કે.પટેલ માનદ મંત્રી એચ.એસ. પટેલ IAS (Retd.)CEO ઉપસ્થિત રહેશે.

Author : Gujaratenews