ઘરમાં દરરોજ દીવો પ્રગટાવવાથી ખુલશે નસીબ, માં લક્ષ્મી થશે પ્રસન્ન, પણ આ વાતોનું રાખો ધ્યાન
05-Jun-2021
જો આપણે ઘરના મંદિરમાં કે પછી કોઈ પણ શુભ કાર્યમાં ભગવાનની ભક્તિ આરાધના કરીએ છીએ તો આપણે પૂજા દરમિયાન દીવો હંમેશા પ્રગટાવીએ છીએ. હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય અને પૂજા વખતે, મંદિર કે પછી ઘરના આંગણામાં દેવી દેવતાઓ સામે તેમના તત્વોના આધારે દીવો પ્રગટાવવામાં આવે છે.
પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવા પાછળ એ માન્યતા માનવામાં આવે છે કે, જો પૂજા વખતે દીવો પ્રગટાવવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે. અને દીવો પ્રગટાવ્યા વગર પૂજા અધુરી માનવામાં આવે છે. હાલના સમયમાં ઘણા બધા લોકો એવા છે જે રોજ વિધિ પૂર્વક પૂજા નથી કરી શકતા પરંતુ સવાર અને સાંજે દીવો જરૂર પ્રગટાવે છે.
એવું માનવામાં આવે છે કે, જો સવાર સાંજ ભગવાન સામે દીવો પ્રગટાવવામાં આવે તો તેનાથી ભગવાન પ્રસન્ન થઇ જાય છે અને તેની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર જળવાઈ રહે છે. એટલું જ નહિ જો આપણે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો દીવો પ્રગટાવવાના ઘણા બધા ફાયદા જણાવવામાં આવ્યા છે. આજે અમે તમને દીવો પ્રગટાવતી વખતે કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખીને તમે તમારી મનોકામનાઓ પૂરી કરી શકો છો, અને દીવો પ્રગટાવવાના કયા ફળ પ્રાપ્ત થશે, તેના વિષે જાણકારી આપવાના છીએ.
આવો જાણીએ દીવો પ્રગટાવતી વખતે કઈ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન?
સૌથી પહેલા તમારે એ વાત સમજી લેવી જોઈએ કે, તમે રોજ ઘરમાં સવાર સાંજ દીવો પ્રગટાવો. કેમ કે તેના કારણે જ તમારા કુટુંબનું વાતાવરણ સકારાત્મક બને છે, અને કુટુંબમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
હિંદુ ધર્મ ગ્રંથ મુજબ જોઈએ તો જો સાંજના સમયે ઘરમાં મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવવામાં આવે, તો તેનાથી ધનની દેવી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.
જો તમે પૂજા કરી રહ્યા છો, તો પૂજા દરમિયાન તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, ભગવાન સમક્ષ જો તમે ઘી નો દીવો પ્રગટાવી રહ્યા છો, તો તેને તમે તમારા ડાબા હાથ તરફ જ પ્રગટાવો. અને જો તમે તેલનો દીવો પ્રગટાવી રહ્યા છો, તો તેને જમણા હાથ તરફ રાખીને પ્રગટાવો.
દીવો પ્રગટાવવા માટે વાટનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે ઘી નો દીવો પ્રગટાવી રહ્યા છો, તો તમે સફેદ રૂ ની વાટનો ઉપયોગ કરી શકો છો. અને જો તમે તેલનો દીવો પ્રગટાવી રહ્યા છો, તો તમે તેમાં લાલ દોરાની વાટનો ઉપયોગ કરો.
પૂજા દરમિયાન જો તમે દીવો પ્રગટાવી રહ્યા છો, તો તમારે તે વાતનું વિશેષ ધ્યાન રાખવું પડશે કે, તમે હંમેશા ભગવાનની મૂર્તિ કે ફોટાની બરોબર સામે દીવો પ્રગટાવો.
માણસ ભગવાનની પૂજા અર્ચના પોતાના જીવનની તકલીફોને દુર કરવા માટે કરે છે. દરેક માણસને એ આશા હોય છે કે, તેમના જીવનની તમામ તકલીફો ભગવાન દુર કરશે, જેના માટે બધા લોકો ભગવાનની પૂજા અર્ચના કરે છે અને તેની આગળ દીવો પ્રગટાવે છે. પરંતુ થોડી નાની નાની ભૂલો થાય છે, જેના કારણે જ વ્યક્તિને પોતાની પુજાનું યોગ્ય ફળ નથી મળી શકતું.
ઉપરોક્ત દીવો પ્રગટાવવા સાથે જોડાયેલી થોડી મહત્વપૂર્ણ વાતો વિષે જાણકારી આપવામાં આવી છે, જે દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખીને પૂજા પાઠ દરમિયાન દીવો પ્રગટાવવો જોઈએ. જો તમે આ વાતો ઉપર ધ્યાન આપો છો, તો તેનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થશે અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારું ભાગ્ય ચમકી શકે છે.
આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના લીધેલ છે. ન્યુઝ આર્ટિકલમાંથી સંપાદન કરી લીધેલ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024