કોંગ્રેસ (Congress) ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ (Hardik Patel) ના પિતા ભરતભાઇ પટેલ (Bharat Patel) નું કોરોના લીધે નિધન થયું છે.
પિતા ભરતભાઈને અમદાવાદની યુ.એન. મહેતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અમદાવાદ: રાજ્ય (Gujarat) માં કોરોના વકરી રહ્યો છે. કોરોનાને ઘણા લોકોના સ્વજનોને છિનવી લીધા છે. અત્યાર સુધી રાજ્ય (Gujarat) માં 8,273 લોકોનાં કોરોનાના લીધે મોત નિપજ્યાં છે
ત્યારે કોંગ્રેસ (Congress) ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ (Hardik Patel) ના પિતા ભરતભાઇ પટેલ (Bharat Patel) નું કોરોના લીધે નિધન થયું છે. ભરતભાઇ કોરોના (Coronavirus) સંક્રમિત થયા હોવાથી તેઓ યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ત્યારે આજે સવારે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
હાર્દિક પટેલ (Hardik Patel) ના પિતાના ગોતા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પુત્ર હાર્દિક પટેલ દ્રારા તેમના અંતીમ સંસ્કાર પીપીઈ કિટ પહેરીને કોવીડ ગાઈડલાઈન મુજબ કરવામા આવ્યાં હતા.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024