સુરત : પટ્ટાવાળાઓના 45 હજાર પગાર ઉપરથી 12,000ની 'મલાઈ' લેવા જતા રંગેહાથ ઝડપાયા

20-May-2021

તસવીરમાં લાંચમાં પકડાયેલા પટાવાળા નિકુંજ ચૌધરી અને બાબુ ચૌહાણ

સુરત જિલ્લા સેવા સદન સહકારી મંડળીની કચેરીના બે પટાવાળાને ACBએએ લાંચ લેવાના આરોપ સર રંગે હાથે ઝડપી પાડ્યા હતા સુરતમાં સરકારી વિભાગમાં કામ કરાવું હોય તો લાંચ આપવી પડતી હોય છે ત્યારે સુરત એસીબીએ લાંચ માંગવાને લઇને આજે એક ટ્રેપ કરતા બે લોકોની ધરપકડ કરી છે પ્રમાણ પત્ર કઢાવવી આપવાના અને રીન્યુ કરાવી આપવાનું કહી લાંચ માગનાર બે પટાવાળા પકડાયા બાદ સમગ્ર જિલ્લા સેવા સદનમાં ખળભળાટ મચી ગયો હતો. પટાવાલા રૂપિયા 45 હજારના સરકારી પગારદાર છે.ACBએ આ બાબતે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી જિલ્લા સેવા સદન- 2, એ બ્લોક, પ્રથમ માળ, અઠવાલાઇન્સ,માં કામ કરતા આરોપી બાબુભાઇ કનુભાઇ ચૌહાણ, પટાવાળા,વગૅ-4, તથા આરોપી નિકુંજ ચંદુભાઇ ચૌધરી, કરાર આધારીત પટાવાળા,વગૅ-4 નાઓ પ્રમાણપત્ર કઢાવવા તેમજ રીન્યુ કરાવવા બાબતે લાંચ પેટે 12 હજાર માગી રહ્યા છે અને આજે લાંચ લેવા આવવાના છે.જેને લઈ ACBએ વોચ ગોઠવી બન્નેને લાંચની રકમ સ્વિકારતા ઝડપી પાડ્યા હતા. એક જાગૃતના પિતાનું શાહુકારોના રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર રીન્યુ કરાવવા માટે અરજી કરેલ હોય અને તે અંગેનું પ્રમાણપત્ર આજે લઈ જવા અને લાંચ પેટે કર્મચારીએ 12 હજારની રકમ આપી જવાનું કહેવાયું હતું. જેથી નાગરિકની ફરિયાદ બાદ ACBએ લાંચિયા બન્ને કર્મચારીઓને ઝડપી પાડવા હતું. ACBએ લાંચની 12 હજારની રકમ પણ કબ્જે કરી છે.

 

પટાવાળા લાંચની માંગણી કરતા હોવાની આધારભૂત માહિતી બાદ રંગેહાથે ઝડપાયેલા બન્ને વિરુદ્ધ એસીબીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બન્ને પટાવાળા મારફત અન્ય અધિકારીઓ પણ લાંચ લેતા હતા કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.ત્યારે આ ટ્રેપ લઈને કલેકટર ભવન ખાતે ચકચાર મચી જવા પામી હતી

Author : Gujaratenews