નિયમો ઘડવામાં ગતિ ધીમીપડતા શ્રમ કાયદાનો અમલ લંબાયો

12-May-2021

નવી દિલ્હી, મંગળવાર : દેશમાં નવા શ્રમ સુધારા કાયદા હવે આવતા વર્ષે લાગુ થવાની શકયતા જોવાઈ રહી છે. કોરોનાને કારણે કેટલાક રાજ્યો દ્વારા તેમના નિયમો ઘડવામાં ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેર વચ્ચે દેશની કંપનીઓ પણ હાલમાં નવા પડકારો ઝીલવા તૈયાર નથી.

હાલમાં સંપૂર્ણ દેશ આરોગ્યસંભાળ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર પણ રાજ્યો પર નવા શ્રમ કાયદા માટે દબાણ લાવવા ઈરાદો ધરાવતી નથી. ચાર નવા શ્રમ કાયદા જે મૂળ રીતે વર્તમાન વર્ષની ૧લી એપ્રિલથી લાગુ થવાના હતા તેનો અમલ પાછો ઠેલાયો છે પરંતુ હવે ક્યારે લાગુ થશે તે અંગે હજુ સ્પષ્ટ નથી. મોટેભાગે આગામી નાણાં વર્ષથી જ લાગુ કરી શકાશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.નવા કાયદા હેઠળ વેતનની વ્યાખ્યામાં ફેરબદલ થનાર છે અને કામકાજના વાતાવરણના ધોરણો પણ સખત બનાવવાના છે તેને કારણે કંપનીઓના ખર્ચમાં વધારો જોવા મળશે,

Author : Gujaratenews