કચ્છના ખાવડા નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 3.5ની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રુજી, વાગડ બાદ ખાવડા પંથકમાં આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગુરુવારે સવારે 3.54 મિનિટે સિસમોલોજી કચેરીએ આ આચકો અનુભવાયો છે. 2001ના ભૂકંપથી 163 કિમીના અંતરે જ આ આંચકો અનુભવાયો છે.
૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ભારતના ૫૨માં પ્રજાસત્તાક દિવસે સવારે ૮.૪૬ મિનિટે આવ્યો હતો અને ૨ મિનિટ કરતાં વધુ ચાલ્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્ર ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી ૯ કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમે (23.419°N 70.232°E[૧]) હતું. આ ધરતીકંપ ૭.૭ માપનો હતો. ધરતીકંપને કારણે આશરે ૨૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા (જેમાનાં ૧૮ દક્ષિણ પૂર્વ પાકિસ્તાનના હતા), ૧,૬૭,૦૦૦ લોકો ઇજા પામ્યા હતા અને આશરે ૪,૦૦,૦૦૦ ઘરો વિનાશ પામ્યા હતા.
Author : Gujaratenews
11-Apr-2025