નવસારીના વતની NRI કિરણ મિસ્ત્રીનું અમેરિકામાં ક્રેઈન પલટી ખાતાં કરુણ મોત

09-Jul-2021

નવસારી: મુળ નવસારીના ચારપુલ ખાતેના વતની અને વર્ષોથી અમેરિકા ખાતે રહેતા યુવાન પર ક્રેઇન પડતા તેનુ ઘટના સ્થળે જ કરૂણ મોત થયાનુ જાણવા મળે છે. યુવાનના મોતના સમાચાર નવસારી તથા મિસ્ત્રી સમાજમા પ્રસરી જતા શોકની લાગણી ફેલાય ગઇ હતી.

પ્રાપ્ત વિગત મુજબ નવસારીના ચારપુલ નજીક રહેતા કિરણ મિસ્ત્રી પાછલા કેટલાક વર્ષોથી પરિવાર સાથે અમેરિકા રહેતા હતા. અમેરિકાના ફિલાડેલ્ફિયા ખાતે રહેતા કિરણ મિસ્ત્રી ત્યાં ક્રેઇન ઓપરેટર તરીકે કામ કરતા હતા. કન્સ્ટ્રકશન સાઇટ પર ચાલતી ક્રમ પર તેઓ કામગીરી કરતા હોય તેમના પર જ ક્રેઇન તુટી પડી હતી. અને તેઓ ગંભીર રીતે ઘાયલ થતા કહે છે કે ઘટના સ્થળે જ તેમનુ કરૂણ મોત થયુ હતુ.

ઘટના બનતા જ કિરણ મિસ્ત્રીને તુરંત જ નજીકના પેન પ્રેસ્બિટેરિયન મેડીકલ સેન્ટર ખાતે સારવાર માટે લઇ જવાયા હતા પરંતુ ત્યાં તેમને ડોકટરોએ મૃત જાહેર કર્યા હતા. કિરણ મિસ્ત્રીના મોતના સમાચાર નવસારી આવતા જ મિસ્ત્રી સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રગટી ગઇ હતી.

Author : Gujaratenews