સુરતના કતારગામની ગરબા સિંગર કિરણ ગજેરાની ગ્લેમરર્સ તસવીરો વાયરલ

04-Aug-2021

સુરત: સુરતની ગરબા સિંગર અને લોક ડાયરા કલાકાર કિરણ ગજેરા ટ્રેડિશનલને બદલે કુદરતના ખોળે પહોંચી ગઈ હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં મૂકી છે. દર વખતે ગરબામાં ટ્રેડિશનલ કપડાંમાં મોટાભાગે જોવા મળતી હોય છે. હાલ તેમની સિંગર તરીકેની ફી પણ એક લાખ સુધી પહોંચી ગઇ છે.

કિરણ ગજેરા વિશે જાણો...

લોકોને પોતાના મનપસંદ સિંગરને સાંભળવવામાં જેટલી રૂચી હોય છે, તેટલી જ રૂચી તેઓ કેવા ઘરમાં રહે છે તે વિશે જાણવામાં હોય છે. ગુજરાતી સિંગરની યાદીમાં મૂળ અમરેલી જિલ્લાની કિરણ ગજેરા પણ પોતાના સ્વરના કારણે સારૂ નામ ધરાવે છે. ગજેરા પરિવારમાં જન્મેલી અને સુરતમાં વર્ષોથી સ્થાયી થયેલી કિરણ ગજેરા કતારગામ વિસ્તારમાં 4BHKના આલિશાન ફ્લેટમાં રહે છે. જે પહેલા અમરોલી વિસ્તારમાં રહેતી હતી. પિતા કિશોરભાઈની લાડકી દીકરી કિરણને ઘરમાં મમ્મીની સૌથી વધુ મદદ મળે છે. સાત સભ્યોના મોટા પરિવારની આર્થિક પરિસ્થિતિને જોતા કિરણ ગજેરાએ 13 વર્ષની ઉંમરે સિંગીગની શરૂઆત કરી હતી. જો કે આજે સિંગીગ દ્વારા આગવી ઓળખ ધરાવતી કિરણ પોતાની Audi કાર પણ ધરાવે છે.

Author : Gujaratenews