પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના રાજદૂતની દિકરીનું અપહરણ, હાઇએલર્ટ પર ભારતીય મિશન

19-Jul-2021

પાકિસ્તાનમાં (Pakistan) અફઘાનિસ્તાનના (Afghanistan) રાજદૂતની દીકરીના અપહરણની ઘટના બન્યા બાદ ભારતીય મિશનના કર્મચારીઓ અને તેમના પરિવારના સદસ્યોને સતર્ક રહેવા અને અતિરિક્ત સુરક્ષા સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યુ છે.

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, અફઘાનિસ્તાનના રાજદૂતની દિકરી સિલસિલા અલીખીલનું (silsila alikhili) શુક્રવારના રોજ અપહરણ કરવામાં આવ્યુ હતુ. તેને કેટલાક કલાકો સુધી કિડનેપ કરીને રાખવામાં આવી અને તે દરમિયાન અપહરણકર્તાઓએ તેને ગંભીર રૂપથી પ્રતાડિત કરી અને છેલ્લે તેને છોડી દીધી. સિલસિલાને ઇલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

અફઘાનિસ્તાનના રાજદૂતની દિકરી સિલસિલા અલીખિલ (26) સાથે શુક્રવારે બનેલી આઘાતજનક ઘટના સંદર્ભે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલે તાત્કાલિક તપાસ માટે હાકલ કરી છે અને કહ્યું છે કે સિલસિલાને અત્યંત ત્રાસ આપવામાં આવ્યો છે.

Author : Gujaratenews