તાઉ તે વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન કેરીના પાકને થયું છે. ગીર સોમનાથના અજોઠા ગામમાં કેરી 15 દિવસ પહેલા જ પવનના કારણે પડી ગઈ. બગીચામાં મોટાભાગની કેરીઓ ખરી પડી છે. દર વર્ષે ખેડૂતોને 10થી 15 આવક થતી હોય છે પરંતુ આ વખતે કેરીનો પાક બગડી ગયો છે. બાગાયતી પાકમાં વીમો પણ ન હોવાથી ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો છે.
ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. સૌથી વધુ ખેડૂતોને આ વાવાઝોડાને કારણે નુકસાન થયું છે, તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બાજરી, ડાંગર, મગફળી સહિતના પાકને નુકસાન થયું છે તો બીજી તરફ નાળિયેરી, કેળા, કેરી જેવા બાગાયતી પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.
ગુજરાતને ઘમરોળનાર ‘તાઉ તે’ વાવાઝોડું બુધવારની સવારે ગુજરાતમાંથી નીકળી રાજસ્થાનમાં પ્રવેશ કરી લેશે, પરંતુ આ વાવાઝોડાએ રાજ્યમાં ભારે તબાહી મચાવી છે. અનેક જગ્યાએ તારાજી, પાણી અને વિનાશના દ્રશ્યો જોવા મળ્યા.
ખેતી નુકસાન વિશે વાત કરતા કહ્યું કે, ઉનાળુ પાકને અસર થઇ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઇ છે જ્યાં પશુઓના મોત થયા છે, તેમને સહાયતા તથા ઘરવખરી આપવામાં આવશે. CM રૂપાણીએ નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે તથા માછીમારો અને ખેડૂત સહિત તમામને સહાય ચૂકવવામાં આવશે તેવું પણ જણાવ્યું.
રાજ્યમાં 3 પ્રકારનાં નુક્સાન
1- ઉનાળું પાક અને બાગાયતી પાકને નુકસાન થયું
2- કાચા મકાન અને ઝૂંપડાને નુકસાન થયું
3- પશુના મોતની છુટક ઘટનાઓ બની, પશુપાલકોને સહાય ચૂકવાશે
સર્વેના આધારે સરકાર સહાયતા ચૂકવશે
સરકારી નિયમ મુજબ નિર્ણય કરીને સહાય કરાશે
માછીમારોના નુક્સાનનો સર્વે કરાશે
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024