કર્ણાટક અને ગોવામાં સંપૂર્ણ Lockdown ની જાહેરાત, બધું 15 દિવસ માટે રહેશે બંધ

07-May-2021

નવી દિલ્હી: કોરોનાની (Coronarvirus) બીજી લહેરને પહોંચી વળવા માટે કર્ણાટક સરકારે શુક્રવારે કર્ણાટકમાં સંપૂર્ણ લોકડાઉનની (Complete Lockown in Karnataka) જાહેરાત કરી છે. આદેશ મુજબ તાળાબંધી 10 મેના રોજ સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવશે, જે 24 મેના રોજ સવારે 6 વાગ્યે સમાપ્ત થશે. આ સમય દરમિયાન દરેક વસ્તુ બંધ રહેશે.

24 કલાકમાં 328 દર્દીઓએ તોડ્યો દમ
ગુરુવારે કર્ણાટકમાં કોરોના વાયરસના સંક્રમણના 49,058 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોનો આંકડો વધીને 17,90,104 થયો છે. તે જ સમયે આરોગ્ય વિભાગે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 ના 328 દર્દીઓનાં મોત પછી રાજ્યમાં આ સંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 17,212 થઈ ગઈ છે. ફક્ત બેંગ્લોર શહેરી વિસ્તારમાં, 23,706 નવા સંક્રમણનાં કેસ નોંધાયા છે, જ્યારે 139 દર્દીઓનાં મોત થયાં છે.

Author : Gujaratenews