કપરાડામાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂર, અનેક ગામડાઓના સંપર્ક કપાયા

19-Jul-2021

પ્રતિકાત્મક તસવીર

ગુજરાતના વલસાડ(Valsad)  જિલ્લાના કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં કપરાડામાં ત્રણ ઇંચ વરસાદ(Rain) પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ કપરાડામાંથી પસાર થતી તમામ નદી-નાળાઓ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. તેમજ પાણીના વધતાં પ્રવાહના લીધે અમુક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જેમાં ખડકવાળ નજીક આવેલા કોલક નદીના કોઝવે પર નદીનું પાણી ફરી વળ્યું છે. તેમજ આ કોઝવે પર પાણી ફરી વળતા કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા છે. જેમાં લવકર, વરવટ, સિલઘા અને થપાલદેહી દેવી જેવા ગામો સંપર્ક વિહોણા થયા છે.

Author : Gujaratenews