તસવીર: કપિલ શર્મા
કપિલ શર્મા આ વખતથી તેમની શો ફી વધારવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે અહેવાલ પ્રમાણે અત્યાર સુધી કપિલ શર્માને એપિસોડ દીઠ 30 લાખ રૂપિયા મળતા હતા. એટલે કે કપિલ શર્મા શો અઠવાડિયામાં 2 દિવસ આવે છે. જેથી તેમની અઠવાડિયાની કમાણી 60 લાખ રૂપિયા હતી. હવે અહેવાલ આવી રહ્યા છે કે કપિલે પોતાની ફી વધારીને એક એપિસોડના 50 લાખ કરી દીધી છે.
TV સિરિયલ અને બોલીવુડના અભિનેતાના કામ સાથે તેની કમાણી જાણવામાં પણ લોકોને ખુબ રસ હોય છે. ઘણા પોપ્યુલર શો માટે કલાકારને મોટી રકમ મળતી હોય છે. આવો જ એક શો ‘ધ કપિલ શર્મા શો’ની ત્રીજી સિઝન સાથે ફરી ટીવી પર આવવાની તૈયારીમાં છે. આ શો ખુબ લોકપ્રિય છે. કપિલ અને તેની કોમેડી પણ એટલી જ લોકોને પસંદ આવે છે. પરંતુ શું તમે જાણો છો અત્યાર સુધી કપિલને એક શોના કેટલા રૂપિયા મળતા હતા? અને હવે કેટલા મળશે?
જી હા અઠવાડિયામાં 2 એપિસોડ પ્રમાણે જોવા જઈએ તો કપિલની અઠવાડિયાના એપિસોડની ફી 1 કરોડ પહોંચી ગઈ છે. આ શો અઠવાડિયાના બે દિવસ શનિવાર અને રવિવારના રોજ આવે છે. લોકોને પેટ પકડીને હસાવવાની કપિલની ફી હવે વધી ગઈ છે. જો કે હજુ સુધી આ વિષયે સત્તાવાર ઘોષણા કે પૃષ્ટિ નથી થઇ.
કપિલ શર્માની ફેન ફોલોવિંગ ખુબ જ વિશાળ છે. અને ઘણા સમયથી આ શો જોવા નથી મળ્યો. જેથી લોકો તેની ખુબ રાહ જોઈ રહ્યા છે. આ પ્રમાણે વિચારીએ તો આ ચાન્સનો લાભ કપિલને મળી શકે એમ છે.
21 જુલાઈના રોજ શરુ થઇ શકે છે શો
શો ફરી શરુ થવા જઈ રહ્યો છે. ત્યારે આ શો ક્યારથી શરુ થશે તેને લઈને ઘણી અલગ અલગ તારીખો આવી રહી છે. પ્રોડક્શન હાઉસ તરફથી હજુ સુધી તારીખ જાહેર કરવામાં નથી આવી. પરંતુ અહેવાલો અનુસાર શક્યતા છે કે શો જુલાઈના છેલ્લા અઠવાડિયા કે 21 જુલાઈના રોજ શરુ થઇ શકે છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024