નરોરા ઘાટ પર કરાશે કલ્યાણ સિંહ અંતિમ સંસ્કાર, અમિત શાહ, રાજનાથસિંહ, યોગી આદિત્યનાથ રહેશે ઉપસ્થિત

23-Aug-2021

ઉતર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણસિંહના (Kalyan Singh) આજે સોમવાર 23 ઓગસ્ટના બપોરે 2 વાગ્યે નરોરાના ગંગા ઘાટ પર કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહ અલીગઢના અહિલ્યાબાઈ હોલકર સ્ટેડિયમથી કલ્યાણસિંહના વતન મરહૌલી ખાતે લઈ જવાશે. આ પછી, તેમની અંતિમ યાત્રા મધરોલીથી બપોરે 2 વાગ્યે નરોરા જવા શરૂ થશે.

ઉતર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, ઉતરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, પૂર્વ કેન્દ્રિય પ્રધાન ઉમા ભારતી, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ સહિત ભાજપના અન્ય નેતાઓ કલ્યાણસિંહની અંતિમ સંસ્કાર વિધીમાં હાજરી આપશે

Author : Gujaratenews