કાબુલ એરપોર્ટ ઉપર ભયાનક ભૂખમરો : પાંચથી છ દિવસે મળે છે પ્લેન ૧ બોટલ પાણીના રૂ. ૩૦૦૦: રાઇસ પ્લેટના રૂ.૭૫૦૦
26-Aug-2021
એરપોર્ટ પર અઢી લાખ લોકોની ભીડ કે જે દેશ છોડવા માંગે છે : ભુખ્યા - તરસ્યા લોકો દમ તોડી રહ્યા છે : અફઘાન કરન્સી નથી ચાલતી : ચાલે છે માત્ર ડોલર
નવી દિલ્હી તા. ૨૬ : કાબુલ એરપોર્ટ પર ભયંકર અફરાતફરીનો માહોલ છે. તાલિબાનના કાબુલ પર કબ્જા પછી કાબુલ એરપોર્ટની ચારેતરફ હતાશા અને માયુસી છે. દરેક વ્યકિત બદહવાસ અને નિરાશ છે. લોકો ભૂખ્યા તરસ્યા ગરમીમાં પોતાનો વારો આવે તેની રાહ જોઇ રહ્યા છે. જો કે હવે આ લોકોની હિંમત તૂટવા લાગી છે. તેમના શરીરે જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. આનું પરિણામ એ આવ્યું છે કે, કાબુલ એરપોર્ટ પર કયારે કોણ જમીન પર પડી જશે, તેનું કંઇ નક્કી નથી.
કાબુલ એરપોર્ટની બહાર મચેલી અફરાતફરીમાં ૨૦ લોકો મરી ચૂકયા છે. વિદેશી સૈનિકો એરપોર્ટની બહાર પાણીની બોતલો ફેંકે છે. કારણ કે કાબુલ એરપોર્ટની બહાર પાણીની એક બોટલ ૪૦ ડોલર એટલે કે લગભગ ૩૦૦૦ રૂપિયામાં વેચાઇ રહી છે અને ભાતની એક પ્લેટના ભાવ ૧૦૦ ડોલરે પહોંચ્યા છે, જે લગભગ ૭૫૦૦ રૂપિયા થાય છે. મોટી વાત એ છે કે પાણીની બોટલ ખરીદવી હોય કે ભાતની પ્લેટ નાણા અફઘાની મુદ્રાના બદલે ડોલરમાં ચૂકવવા પડે છે.
ખાણીપીણીની વસ્તુઓના ભાવ આટલા વધી જવાથી લોકો ભૂખ્યા પેટે તડકામાં ઉભા રહેવા મજબૂર છે અને બેહોશ થઇને પડી રહ્યા છે પણ તાલિબાનો આ લોકોને મદદ કરવાને બદલે તેમને મારપીટ કરી રહ્યા છે. અત્યારે આ મુશ્કેલીના સમયમાં નાટો દેશોના સૈનિકો અફઘાનિસ્તાનના મદદગાર બનીન સામે આવી રહ્યા છે. જે એરપોર્ટની બહાર ઉભેલા લોકોને પાણીની બોટલ અને ખાવાનું આપી રહ્યા છે. આ ઉપરાંત અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનના નાના નાના બાળકોને ચીપ્સના પેકેટ વહેંચતા પણ દેખાઇ રહ્યા છે. અફઘાની બાળકોને વિદેશીઓનો આ વ્યવહાર બહુ ગમ્યો છે અને તેઓ અમેરિકન સૈનિકોને સલામ પણ કરી રહ્યા છે.
કાબુલ એરપોર્ટ પર લગભગ અઢી લાખ લોકોની ભીડ છે જે દેશ છોડવા માંગે છે. સ્થિતિ એ છે કે ભુખ્યા તરસ્યા લોકો દમ તોડી રહ્યા છે. એરપોર્ટ પર પાણી કે કોઇ ખાવાની ચીજ ખરીદવી હોય તો અફઘાન કરન્સી નથી ચાલતી પણ ડોલર ચાલે છે.
એરપોર્ટ પહોંચતા જ લોકોને ૫ થી ૬ દિ' લાગે છે કારણ કે ૬ ઠેરઠેર તાલીબાનનો પહેરો છે જો એરપોર્ટની અંદર જવા ચાન્સ મળે તો પણ પ્લેન મળવામાં ૫ થી ૬ દિ' લાગે છે. માત્ર બિસ્કીટથી ચલાવી લેવું પડે છે. અફડાતફડીમાં ૨૦ના મોત થયા છે.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024