JGT દુબઈ ફેર : ભારતના પેવેલિયનમાં હીરા અને ઝવેરાત ઉદ્યોગની ક્ષમતા પ્રદર્શિત કરાશે

07-Feb-2022

રાજ કીકાણી (મુંબઈ),

આગામી 22 થી 24 ફેબ્રુઆરી દરમિયાન દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે જેમ એન્ડ જવેલરી ટેક્નોલોજી (JGT દુબઈ) ફેરનું આયોજન થવાનું છે.લ્લેખનિય છે કે નવા વર્ષનાં પ્રારંભમાં હીરા અને ઝવેરાત ઉદ્યોગનો તે પ્રથમ ભૌતિક B2B મેળો છે. જેને લઈને વૈશ્વિક હીરા અને ઝવેરાત ઉદ્યોગમાં ઉત્સાહનું વાતાવરણ છે.

JGT દુબઈ ફેરમાં બેલ્જિયમ અને ઇઝરાયેલ પોતાના પેવેલિયનમાં છૂટક હીરા પ્રદર્શિત કરશે,જ્યારે કોલંબિયા પેવેલિયન માં દક્ષિણ અમેરિકાની ખાણોમાંથી મેળવેલા કીંમતિ વાઇબ્રન્ટ અને ચમકદાર એમરાલ્ડ પ્રદર્શિત કરવામાં આવનાર છે.

એવી રીતે ભારત, તુર્કી અને રશિયાના પેવેલિયનમાં આધુનિક ડીઝાઈન ધરાવતી આકર્ષક જવેલરી પ્રદર્શિત થશે.જેનો ઉદ્દેશ્ય પોતાના દેશની ડ્રાફટમેન શીપ સહીતની વિશેષ ક્ષમતાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાના છે.

ઉપરાંત હોંગકોંગ , ઇટાલી, UAE સહીત વિશ્વના હીરા ઝવેરાત ઉદ્યોગના મથક ગણાતા મુખ્ય સોર્સિંગ સ્થાનોમાંથી અગ્રણી સપ્લાયર કંપનીઓ ખાસ ઉપસ્થિત રહેવાની છે.

ઈન્ફોર્મા માર્કેટ્સ જ્વેલરી અને ઈટાલિયન એક્ઝિબિશન ગ્રૂપ (આઈઈજી)દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ ત્રણ દિવસીય પ્રદર્શન સમસ્ત હીરા અને ઝવેરાત ઉદ્યોગની માઈન્સથી માર્કેટ સુધીની સમગ્ર ચેઈનમાં સમાવિષ્ટ દરેક કડીને એક પ્લેટફોર્મ પર લાવવામાં નિમિત્ત બનશે,એમ ઈન્ફોર્મા માર્કેટ્સ જવેલરીના ડિરેક્ટર સેલિન લાઉએ જણાવ્યું હતું.

Author : Gujaratenews