રિપોર્ટ : વિક્રમસિંહ ચુડાસમા (જેતપુર)
જેતપુર નવાગઢ નગરપાલિકાના કમરતોડ ભૂગર્ભ ગટરના ટેક્સ રૂપિયા 1000 અને ભૂગર્ભ ગટર કનેશન ચાર્જ રૂપિયા 1200 એમ કુલ 2200ના અધધ ટેક્સ સામે આજથી મહા આંદોલનના મંડાણ થયા છે.
શહેર વિકાસ સમિતી જેતપુરનાં સંચાલક મનોજ પારઘીએ એક યાદીમાં જણાવ્યું છે કે એક તરફ કોવિડ 19ની વૈશ્વિક મહામારીને કારણે લોકો છેલ્લા દોઢ વર્ષથી ધંધા રોજગાર વગરના પરેશાન છે . ઘર ચલાવવા માટે વ્યાજે, હાથ ઉછીના, કે દર દાગીના વેચીને દિવસો પસાર કરી રહ્યા છે. એમાં પણ ઘણા પરિવારોમા કોઇ સદસ્યને કોરોનાની બીમારીની સારવાર પાછળ પોતાનું પેટ કાપીને બચાવેલ મરણમૂડી પણ હારી ચૂકેલ હોય તેવા નગરજનો પર પાલિકાના પદાધિકારીઓએ ટેક્સના નામે ઍક વજ્રઘાત કર્યો હોય એવુ સમગ્ર શહેરમાં ચર્ચાઈ રહ્યુંછે. પોતાની પાલિકાને લગતી સાર્વજનિક સમસ્યાઓના નિરાકરણ માટે પોતાનાં પ્રતિનિધિ તરીકે ચુંટીને પાલિકામાં જેને બેસાડ્યા એવા સદસ્યો આ આડેધડ અને આકરી ટેકસની રકમ બાબતે ચૂપ કેમ છે ?
રાજકોટ જિલ્લાના એક પણ શહેરમાં આટલો તોતિંગ ટેક્સ નથી. તો જેતપુરમાં ભૂગર્ભ ગટર ટેક્સ રૂપિયા 1000 કઈ ખુશીમાં ? એમાંય દરેક આસામીઓએ જ પોતાનાં ખર્ચે પોતાનાં ઘરથી ભૂગર્ભ ગટરમાં કનેક્શન આપેલ છે તો પાલિકા દ્વારા રૂપિયા 1200 કનેક્શન ચાર્જ ના નામે શા માંટે ?
એક તરફ બેફામ વધતી જતી મોંઘવારી સામે પોતાનાં પરિવારનું ગુજરાન મહા મુસીબતે ચલાવી રહ્યો છે. એવા કપરા સંજોગોમાં પાલિકાએ ટેક્સમાં રાહત આપવાનું એક તરફ ઉલ્ટાનું આ સાલ રૂપિયા 2200/- નો ગટરના નામે ટેક્સ નાખતા લોકોની હાલત કફોડી થઈ ગઈ છે.
આ ટેકસની રકમ રદ કરવા માટે આજથી બિનરાજકીય સંગઠન 'શહેર વિકાસ સમિતિ ' એ ચુંટાયેલા પ્રતિનિધિઓની સામે ટેક્સ રદ કરો અથવા રાજીનામા આપોની માંગ સાથે લડત શરુ કરી છે. જેમા શહેરનાં દરેક વિસ્તારોમાં જઈ લોકોને જાગૃત કરવા અને પાલીકાના ટેક્સના નિર્ણય વિરૂદ્ધ આવેદનપત્રમાં સહી કરાવવાના અભિયાનનો પ્રારંભ થશે. સમિતીના સંયોજક મનોજ પારઘીએ શહેરની જનતાને આ મહાઅભિયાનમા જોડાવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, જેતપુરની નગરપાલિકાની અગાઉની મળેલી કારોબારી બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટેનું અંદાજીત વાષક આવક રૂ.૧,૧૦,૮૯,૯૩૦૦૦ની સામે ૧,૦૯,૩૩,૪૪૦૦૦ ખર્ચે ધરાવતું અને ૧,૫૬,૪૯૦૦૦ ના પુરાંતલક્ષી બજેટને કારોબારીમાં સર્વાનુમતે મંજૂરીની મહોર મારીને બજેટને જનરલ બોર્ડમાં મોકલવામાં આવ્યું હતું.
(નોંધઃ આ રિપોર્ટ વાંચકોના જાહેર હિત માટે વિક્રમસિંહ ચુડાસમા (જેતપુર) દ્વારા લખાયેલો છે. આ અહેવાલને લઈ જો કોઈ ફરિયાદ હોય તો જી ન્યૂઝને gujaratenews@gmail.com પર ઈમેલ કરી શકો છો )
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024