ઈઝરાયેલનો ખૂની બદલો, હમાસના 11 કમાન્ડરો મોતને ઘાટ ઉતાર્યા

14-May-2021

ગાઝા : ઈઝરાયલે પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસને કાયમ માટે શાંત કરવાના નિશ્ચય સાથે તેને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. હમાસના ગાઝામાં વધુ ૬૫ અને ઈઝરાયેલમાં ૭નાં મોત થયા છે. હમાસનો ગાઝા સિટી કમાંડર બસમ ઈસા માર્યો ગયો છે.
હમાસ દ્વારા ઈઝરાયલ પર 1500થી વધુ રોકેટ છોડાયા બાદ ઈઝરાયલે વળતો હુમલો કરી હમાસના 11 કમાન્ડરને મોતને ઘાટ ઉતારી દીધા છે. 

શહેરથી 1500થી વધુ રોકેટ છોડનારા પેલેસ્ટાઈનના ઉગ્રવાદી જૂથ હમાસ પર જોરદાર વળતો પ્રહાર કર્યો. આ જવાબી કાર્યવાહીમાં હમાસને મોટું નુકસાન થયું છે અને તેના 11 કમાન્ડર માર્યા ગયા છે. આ લોહિયાળ સંઘર્ષમાં પેલેસ્ટાઈન તરફથી 70થી વધુ લોકો માર્યા ગયાની પુષ્ટિ કરવામાં આવી છે. તો, ઈઝરાયલે પણ કહ્યું છે કે, તેન 6 નાગરિક માર્યા ગયા છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર ચેતવણી આપી છે કે, સંઘર્ષ ચાલુ રહ્યો તો ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે સંપૂર્ણ યુદ્ધ શરૂ થવાનો ખતરો છે.
આ સંઘર્ષમાં ઈરાન સમર્થક હમાસના ઉગ્રવાદીઓ ગાઝાથી રોકેટનો વરસાદ કરી રહ્યા છે, તો ઈઝરાયલના ફાઈટર જેટ બોમ્બ વરસાવી રહ્યા છે અને તોપો આગ ઓકી રહી છે. ઈઝરાયલે બુધવારે હવાઈ હુમલામાં ગાઝા સિટીમાં વધુ એક બહુમાળી ઈમારતને જમીનદોસ્ત કરી દીધી. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના સંઘર્ષ વચ્ચે ગાઝામાં મોતનો આંકડો 70 સુધી પહોંચી ગયો છે. વળી, ઈઝરાયેલમાં ૭ લોકોના મોત થઈ ગયા છે. હમાસના નવા હવાઈ હુમલાથી બંને વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ થઈ ગઈ છે. પેલેસ્ટાઈનનું સંગઠન હમાસ અને જેરુસલેમ વચ્ચેની હિંસાએ દુનિયાભરને ચિંતામાં મૂકી દીધુ છે. બંને તરફથી સતત રૉકેટ હુમલા ચાલુ છે. ઈઝરાયેલના હવાઈ હુમલાથી ગાઝાની એક બહુમાળી ઈમારત જમીનમાં ધ્વસ્ત થઈ ગઈ હતી જેના જવાબમાં હમાસે વધુ રૉ પા ચેતવણી આપી છે. અલ જજીરા મુજબ, ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઉગ્રવાદી સંગઠન  હમાસનો ગાઝા સિટી કમાંડર બસમ ઈસા માર્યો ગયો છે.
સમૂહે આની પુષ્ટિ કરી છે. બસમ ઈસા હમાસનો અત્યાર સુધીનો સૌથી મોટો અધિકારી હતો. ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં માર્યા ગયેલા પેલેસ્ટાઇનીઓની સંખ્યા ૬૫ થઈ ગઈ છે. જેમાં ૧૬ બાળકો અને ૫ મહિલાઓ શામેલ છે. હુમલામાં ૮૬ બાળકો અને ૩૯ મહિલાઓ સહિત ઓછામાં ઓછા ૩૬૫ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ આ લડાઈ ૨૦૧૪ની ગરમીઓમાં ૫૦ દિવસ ચાલેલા યુદ્ધથી પણ વધુ ખતરનાક લાગી રહી છે. રિપોર્ટસ મુજબ હમાસના કબ્જાવાળા ગાઝાથી છેલ્લા બે દિવસમાં સુધી લગભગ એક હજારથી વધુ રૉકેટ છોડવામાં આવ્યા છે. જો કે, ઈઝરાયેલે પોતાના આયરન ડોમ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને પોતાની મોટી વસ્તીને સુરક્ષિત કરી લીધી છે, પરંતુ ટેકનિકલ ખરાબીના કારણે અમુક રૉકેટ આનાથી બચી નીકળ્યા હતા અને જમીન પર પડી ગયા હતા. કહેવામાં આવી છે કે ઈઝરાયેલના આયરન ડોમનો સક્સેસ રેટ ૮૦-૯૦ ટકા છે.તજજ્ઞોનું કહેવું છે કે, 11 કમાન્ડર મર્યા ગયા બાદ પણ હમાસ હજુ ઝૂકવાના મૂડમાં નથી. હમાસ પાસે હજુ એટલા રોકેટ છે કે તે આગામી બે મહિના સુધી ઈઝરાયલ પર હુમલા ચાલુ રાખી શકે છે. ઈઝરાયલની સેનાનો અંદાજ છે કે, ગાઝામાં હમાસની પાસે હાલમાં 20થી 30 હજાર રોકેટ છે. આ દરમિયાન ઈઝરાયેલે પણ હમાસના ઉગ્રવાદીઓને કાયમ માટે શાંત કરવાના નિશ્ચય સાથે આગળ વધી રહ્યું છે. તણાવ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે, જો આ જ રીતે સંઘર્ષ ચાલતો રહ્યો તો બંને પક્ષો વચ્ચે પૂર્ણ કક્ષાનું યુદ્ધ છેડાઈ શકે છે.

Author : Gujaratenews