જંબુસર અને રાજકોટમાં કેન્દ્ર અને ગુજરાત સરકાર કરશે 12,000 કરોડનું રોકાણ, બનશે ડ્રગ અને મેડિકલ ડિવાઈસ પાર્ક

10-May-2021

કોરોના મહામારી બાદ હવે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મેડીકલ વ્યવસાયને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાના જંબુસર પાસે બલ્ક ડ્રગ પાર્ક અને રાજકોટમાં મેડિકલ ડિવાઇસીસ પાર્ક તૈયાર કરવા પાછળ રૂપિયા 12,000 કરોડનું મૂડીરોકાણ કરે કેવો અંદાજ છે. ત્યારે સુવર્ણ ભારત પીપલ ફોર હ્યુમનિટી અને સ્વર્ણિમ ભારત લેન્ડ લૂઝર્સ વેલ્ફેર એસોસીએશન દ્વારા દહેજ અને સાયખા જીઆઇડીસીમાં આઠ વર્ષથી ખાલી પડેલા પ્લોટો નવા ઉદ્યોગ સાહસિકોને મળે તેવી રજૂઆત ઉદ્યોગ વિભાગને કરવામાં આવી છે.

Author : Gujaratenews