DIAMOND TIMES – પાછલા બે વર્ષથી કોરોના મહામારીના કારણે લોકો બંધક બની ગયા હતા.કોરોનાના કહેરના કારણે વિશ્વ જાણે કે થંભી ગયુ હતુ. આવી સ્થિતિ વચ્ચે ધાર્મિક,સામાજિક અને બિઝનેસ ઇવેન્ટ સહીતની પ્રવૃતિઓ પર રીતસર બ્રેક લાગી ગઈ હતી.
પરંતુ હવે વિશ્વ હવે ધીમે ધીમે કોરોના મહામારીની ચુંગાલમાથી મુક્ત થઈ રહ્યુ છે. સ્પ્રીંગ પર દબાણ વધાર્યા પછી જ્યારે તે મુકત થાય ત્યારે ડબલ જોશથી ઉછળે છે.બરાબર એ જ પ્રકારે હવે ઉત્સવ ઘેલા લોકોએ દબાવી રાખેલી લાગણી ડબલ જોશથી ઉછળી છે.
અમેરીકા, ભારત સહીત વિશ્વના અનેક દેશોમાં લગ્નની સિઝન પુર બહારમાં ખીલી ઉઠી છે.જેના પગલે હીરા ઝવેરાતના કારોબારમાં રોકેટ ગતિએ તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક હીરા ઉદ્યોગમાં આવા સકારાત્મક માહોલ વચ્ચે કોરોનાના કારણે રદ્દ કરવામાં આવેલી અનેક બિઝનેસ ઇવેન્ટ યોજવાની નવા વર્ષના પ્રારંભમાં જાહેરાત કરવામાં આવી છે.
આગામી 22 થી 24 ફેબ્રુઆરી દરમિયાન દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે જેમ એન્ડ જવેલરી ટેક્નોલોજી (JGT દુબઈ) ફેરનું આયોજન થવાનું છે.હવે હોંગકોંગ ટ્રેડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (HKTDC) દ્વારા આગામી એપ્રિલ મહીનામાં હોંગકોંગમાં બે ટ્રેડ પ્રદર્શન યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
હોંગકોંગ ટ્રેડ ડેવલપમેન્ટ કાઉન્સિલએ જાહેરાત કરી છે કે 14 થી 18 એપ્રિલ 2022 દરમિયાન હોંગકોંગ ઇન્ટરનેશનલ ડાયમંડ જેમ એન્ડ પર્લ શો અને હોંગકોંગ ઇન્ટરનેશનલ જ્વેલરી શો એક સાથે યોજાશે. આ ઇવેન્ટ 3 થી 7 માર્ચ દરમિયાન યોજાનાર હતી,પરંતુ કોરોનાના પગલે તેને રદ્દ કરવામાં આવી હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025