વલસાડ,ચુકવાર બોલીવુડમાં હીરોઈન બનવાના મોટા સ્વપ્ના જોઈને ત્રણ વર્ષ પહેલાં ઘરેથી ભાગી ગયેલી સેલવાસના સાધન સંપન્ન વેપારીની અંગ્રેજી માધ્યમમાં મળેલી દેખાવડી ૧૮ વર્ષની દીકરી મુંબઈ પહોંચી દલાલો અને વેશ્યાના સંપર્કમાં આવી ગઇ હતી. હાલ બોરીવલી પોલીસના રેડલાઇટ એરીયામાં મારેલા છાપામાં યુવતી પકડાય ગઈ હતી. જેની પૂછપરછો વાલી અને સરનામું
આપતા પોલીસે વલસાડ જિલ્લા બાળ ક્લ્યાણ સમિતિના ચેરપર્સનનો સંપર્ક કરી યુવતીને સુપરત કરતા ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવી છે.
પશ્ચિમીકરણની આંધળી દોડમાં મોટા મોટા સ્વપ્નાઓ જોતા બાળકોના વાલીઓની આંખ ઉઘાડનારો કિસ્સો બાર આવ્યો છે.
દેહવ્યાપારમાં ધકેલાયેલી કપરાડાની ૧૫ વર્ષની અન્ય તરૂણીને તેની હિંમતે બચાવી હતીહતી.
વલસાડ જિલ્લાના અંતરીયાળ જંગલ વિસ્તાર કપરાડા તાલુકાની ૧૫ વર્ષીપ તરુણી સેલવાસ ખાતે એક કંપનીમાં નોકરી કરતા સમયે છત્તીસગઢના એક યુવાન સાથે પ્રેમમાં પડી હતી અને યુવાને તેને લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપીને દોઢ વર્ષ પહેલાં છત્તીસગઢ લઈ ગયો હતો, અને ત્યાં જઈને તેણી સાથે લગ્ન કર્યા ન હતા અને ધીમે ધીમે તેણીને અન્ય સાથે સંબંધો બંધાવીને દેહવ્યાપારનો ધંધો શરૂ કરી દીધો હતો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024