ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી, એપ્રિલની શરુઆતમાં જ રાજ્યમાં તાપમાનનો પારો 40ને પાર થશે?
28-Mar-2025
ગુજરાતના હવામાનમાં ફેરફારની સંભાવનાઓ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં હવામાન વિભાગે તાપમાન વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.ઉનાળો શરૂ થતાં સુરત શહેરમાં પાણીનો વપરાશ વધીને 75 MLD થયો છે.
આગામી દિવસોમાં તાપમાન 40ને પાર જવાની સંભાવનાઓ
અમદાવાદઃ ઉનાળાની આકરી ગરમી શરૂ થઈ ચૂકી છે. ગરમીનો પારો વધતાં જ શહેરમાં પાણીનો વપરાશ પણ વધ્યો છે. શહેરની ૮૦ લાખ જનતાને મહાપાલિકા દ્વારા પ્રતિદિન પુરૂ પાડવામાં આવતું ૧૫૨૫ MLD પાણી વધીને છેલ્લા કેટલાક દિવસોથી ૧૬૦૦ MLD સુધી વધ્યું હોવાનું નોંધાયું છે. ગુજરાતના હવામાનમાં ફરેફાર થવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ભારતથી આવતા ઠંડા પવનોના લીધે ગરમીમાં સામાન્ય ઘટાડો થયો હતો પરંતુ તે પસાર થઈ જવાથી તાપમાનનો પારો ઊંચો જવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે તાપમાન 40ની નજીક પહોંચવાની શક્યતાઓ વ્યક્ત કરી છે અને આગામી દિવસોમાં આગાહીને જોતા તાપમાન રાજ્યમાં 40ને પાર જવાની શક્યતાઓ વધી છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એકે દાસે જણાવ્યું છે કે, આગામી 7 દિવસો દરમિયાન હવામાન શુષ્ક રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની સંભાવનાઓ છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારો થવાની શક્યતાઓ નથી. 31 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન વધારે ગરમીવાળું વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવનાઓ છે.
આગળ એકે દાસે વધુ માહિતી આપીને જણાવ્યું છે કે, ગુજરાતમાં સૌથી ઊંચું તાપમાન અમદાવાદ અને કંડલામાં 36.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હાલ પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વની છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો પરંતુ રાજ્યમાં ફરી એકવાર ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
ગુજરાતમાં તાપમાનનો પારો 40ને નજીક પહોંચી ગયો છે અને આગામી દિવસોમાં તાપમાન 40ને પાર જવાની સંભાવનાઓ વધી છે. ઉત્તર ભારતથી આવતા ઠંડા પવનોના કારણે રાજ્યના તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો હતો. પરંતુ હવે તાપમાનમાં આગામી દિવસોમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સુરત મહાપાલિકા દ્વારા શહેરના ૮૦ લાખ લોકોને સવાર, બપોર અને સાંજ પીવાનું પાણી તબક્કાવાર વિતરણ થઈ રહ્યું છે. આ ઉપરાંત ચોવીસ કલાક પાણી યોજના અંતર્ગત હજારો જોડાણોને દિવસ-રાત પાણી પહોંચડાઈ રહ્યું છે. ગરમીના દિવસો શરું થતાં શહેરમાં પાણીનો વપરાશ પણ વધી રહ્યો છે. તંત્રના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી શહેરમાં વાર્ષિક પાણીનો વપરાશ ૪૦ MLD સુધી વધી રહ્યો છે. જોકે, ઉનાળામાં પાણીનો મહત્તમ વપરાશ થતો હોય દૈનિક સરેરાશ MLDની તુલનાએ ૭૫ MLD પાણીનો વધુ વપરાશ થઈ રહ્યો છે. આ વખતે માર્ચ મહિનામાં જ દૈનિક ૧૬૦૦ MLD પાણી શહેરીજનોને પૂરું પાડવામાં આવી રહ્યું છે. પાણીના વધી રહેલા વપરાશ પાછળ શહેરમાં થઈ રહેલા નવા નવા બાંધકામને પગલે વસ્તીમાં પણ ક્રમશ વધારો થઈ રહ્યો છે. આને કારણે વોટર ડિમાન્ડ વધી રહી છે. આગામી ત્રણ માસ હજી ગરમીનો ગરમ મિજાજ રહેશે. જેને ધ્યાને લઈ પાણીનો વપરાશ પણ વધશે. એવું ચોક્કસ પણે જણાઈ રહ્યું છે.
28-Mar-2025