રાજ્યના તમામ સરકારી અધિકારી-કર્મચારીઓની રજાઓ રદ:15 મે સુધી ફટાકડા ફોડવા-ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ, સુરતમાં બ્લેક અને મરીન કમાન્ડો તહેનાત
09-May-2025
ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિને લઈને ગુજરાત એલર્ટ મોડમાં છે. આજે (9 મે, 2025) ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો અને સંબંધિત જિલ્લાના વહીવટી વડા, પોલીસ તંત્ર વગેરે સાથે સમીક્ષા બેઠક કરી હતી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાત કરી મુખ્યમંત્રી પાસેથી ગુજરાતની સુરક્ષા અંગેની માહિતી મેળવી હતી.
Author : Gujaratenews



15-Jan-2026