ગુજરાતમાં કર્ણાટક, આંધ્રથી મરચાં આવી રહ્યા છે. જ્યારે હળદર મહારાષ્ટ્રથી આવી રહી છે. જેમાં ગૃહિણીઓ માટે સારા સમાચાર છે કે ગયા વર્ષ કરતા આ વર્ષે મરચાંના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હજુ પણ ભાવ ઘટનાની શક્યતા છે.
મરચાના ભાવ ઘટવાના કારણે લાલ મરચું પાવડર સસ્તું થયું
સાલા ભરવા માટેની સિઝન શરૂ થતા ગૃહિણીઓને મોટી ચિંતા એ હોય છે કે ભાવ વધારો થશે તો બજેટ ખોરવાશે છે. પરંતુ ચાલુ વર્ષે મસાલા ભરવા માટે ચિંતા કરવી પડશે નહિ. અમદાવાદ શહેરમાં ઠેર ઠેર મસાલા માર્કેટ ભરાય છે. જોકે ગૃહિણીઓ માટે સારા સમાચાર છે કારણ કે, મસાલા માર્કેટમાં દસ વર્ષની સરખામણી ભાવમાં વધારો થયો નથી. રીઝનેબલ ભાવ જ છે. જોકે ગત વર્ષની સરખામણી મરચાના ભાવ ઘટવાના કારણે લાલ મરચું પાવડર સસ્તું થયું છે.
આ અંગે ગૃહિણી વંદનાબેન સાથે વાત કરતા જણાવ્યું છે કે, મરચું ગત વર્ષની સરખામણીમાં ભાવ ઓછા છે. વરદાયિની મસાલા ગૃહ ઉદ્યોગના વેપારી યોગેશ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં કર્ણાટક, આંધ્રથી મરચાં આવી રહ્યા છે. જ્યારે હળદર મહારાષ્ટ્રથી આવી રહી છે.
11-Apr-2025