હીરો અને ગોગોરોનુ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ થશે, સિંગલ ચાર્જ પર 85 કિમીની રેન્જ મળશે

23-May-2021

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનું કરી રહ્યા છે. કંપનીઓ પણ હવે ઇલેક્ટ્રિક ગાડીઓ બનાવવાનું કામ પૂરજોશમાં કરી રહી છે. આ જ ક્રમમાં તાઇવાની ગોગોરો કંપનીએ ભારત હિરો મોટોકોર્પ સાથે ભાગીદારી કરી છે. આ ભારતમાં હીરોની મદદથી ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કરશે. આ ભારતમાં ગોગોરો વીવા નામથી નોંધાયેલ રજિસ્ટર્ડ થયેલી છે.

 

લોન્ચિંગ ડેટ અને કિંમત

આ સ્કૂટરને તાઈવાનમાં 27 જૂનથી ઓર્ડર કરી શકાશે. આ સ્કૂટરની કિંમત 4,140 ડોલર એટલે કે આશરે 2,62,740 રૂપિયા હશે. આમાં સ્માર્ટફોન કનેક્ટિવિટીનું ફીચર આપવામાં આવ્યું છે. આ કંપની બેટરી સ્વેપિંગ નેટવર્ક બનાવવા માટે જાણીતી છે. બેટરી સ્વેપિંગ ટેક્નોલોજીથી કસ્ટમર કોઇપણ સેન્ટરમાં જઈ શકે છે. આ એપમાં સાઇન અપ કરીને ખાલી બેટરીને 1 મિનિટમાં ફુલ ચાર્જ કરી શકાય છે.

 

ગોગોરો તાઇવાનમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સનું વેચાણ પણ કરે છે. આ સ્કૂટર આવતા વર્ષે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે આવે તેવી સંભાવના છે. તાઇવાનમાં તેની કિંમત 1800 ડોલર છે. ભારતમાં તેની કિંમત લગભગ 1 લાખ 32 હજાર રૂપિયા હશે.

 

મેન્ટેનન્સનો ખર્ચ શું થશે?

તેનું મેન્ટેનન્સ એટલે કે જાળવણી એ સામાન્ય બાઇક કરતાં ઓછી હોય છે. તેને કોઈ સ્પેશિયલ સર્વિસિંગની જરૂર નથી હોતી. માત્ર ઓઇલિંગ અને બ્રેક્સ જેવી વસ્તુઓનું જ ધ્યાન રાખવાનું હોય છે. જો સ્કૂટરની બેટરી બગડે તો કંપની ગોગોરો ગ્રાહકને પહેલા બે વર્ષ માટે ફ્રીમાં બેટરી બદલવાની મંજૂરી આપે છે. કંપનીના સર્વિસ સેન્ટરમાં બેટરી બદલાવી શકાય છે. બે વર્ષમાં ગ્રાહક આ બેટરીને જોઈએ તેટલી વખત બદલી શકે છે.

 

આ સિવાય, કંપની બે વર્ષ સુધી સ્કૂટરનું ફ્રીમાં રિપેરિંગ પણ કરશે. તે એકવાર ફુલ ચાર્જ કરવા પર 30 km/hની ઝડપે 85 કિમી સુધી દોડી શકે છે. ચોરીના કિસ્સામાં પણ તમારે ગભરાવાની જરૂર નથી કારણ કે, કંપની તરફથી તેના પર એક વર્ષનો વીમો આપવામાં આવશે.

Author : Gujaratenews