અક્ષરનિવાસી હરિપ્રસાદ સ્વામી / લીમડા વન ખાતે દેવાયો અગ્નિદાહ, CM રૂપાણી સહિતના નેતાઓએ કર્યા અંતિમ દર્શન
01-Aug-2021
vadodara : ગુજરાતના સોખડા( Sokhda )હરિધામ મંદિરમાં રવિવારે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજી(Hari Prasad Swami)ના નશ્વર દેહની અંતિમ સંસ્કાર વિધિ યોજાઇ. સંતો દ્વારા વેદ-શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી વિધિ સંપન્ન કરાઇ.આ પહેલાં સ્વામીજીના નશ્વર દેહને ગંગા, જમુના, નર્મદા સહિત 7 નદીનાં જળથી સ્નાન કરાવાયો હતો.ત્યાર બાદ પાલખીયાત્રા નીકળી હતી.પાલખીયાત્રાને મંદિર પરિસરમાં જ લીમડા વન ખાતે સમાપ્ત કર્યા બાદ અંતિમસંસ્કાર વિધિ કરાઇ.અંતિમસંસ્કાર વિધિમાં ચંદન, લીમડા સહિતનાં 8 પ્રકારના વૃક્ષનાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવ્યો.અંતિમસંસ્કાર વિધિમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહ્યાં. મુખ્યપ્રધાન વિજય રૂપાણી હરિપ્રસાદ સ્વામીને અંતિમ વિદાય આપી હતી.
વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામી 26 જુલાઇના રોજ રાત્રિના 11 વાગ્યે અક્ષરધામ નિવાસી થયાં હતાં.ગુજરાતના સોખડા( Sokhda )હરિધામ મંદિરમાં રવિવારે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજી(Hari Prasad Swami)ના નશ્વર દેહની અંતિમ સંસ્કાર વિધિ યોજાઇ. સંતો દ્વારા વેદ-શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી વિધિ સંપન્ન કરાઇ.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024