દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં સર્જાયું સાયકલોનિક સર્ક્યુલેશન

19-Jul-2021

પ્રતિકાત્મક તસવીર

હવામાન વિભાગે આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરની શકયતા દર્શાવી છે. દક્ષિણ ગુજરાત માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના આધારે ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્ર (Saurashtra)માં 24 કલાકમાં નોંધપાત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 21 જુલાઈએ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સીસ્ટમ સર્જાશે, જેના કારણે ગુજરાતમાં પણ સારો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યમાં વરસાદી સીસ્ટમનું જોર ઓછું થતા આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ પડવાની શક્યતા નહીવત છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ હોવાને કારણે આગામી 24 કલાકમાં સારો વરસાદ પડવાની શકયતા છે. (Gujarat Rainfall Forecast)

નોંધનીય છેકે આજે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતના સુરત, બારડોલી, નવસારી, વલસાડ અને ડાંગ સહિતના જિલ્લામાં મહેર કરી છે. અને, આ તમામ જિલ્લામાં પાણી-પાણી કરી દીધું છે. ત્યારે મધ્ય ગુજરાતમાં હજુ જોઇએ તેટલો વરસાદ નોંધાયો નથી. ત્યારે સૌકોઇ મેઘરાજાની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદી મહેરથી લોકોમાં ખુશીનો માહોલ

સુરતના બારડોલી ( Bardoli)પંથકમાં લાંબા વિરામબાદ વરસાદ વરસતા અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો સાથે જ વરસાદ શરૂઆત થતાં સામાન્ય જનજીવન પર અસર થઇ હતી.ધોધમાર વરસાદ પગલે બારડોલીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.તલાવડી વિસ્તાર , ભરવાડ વસાહત , આશાપુરી મંદિર વિસ્તાર , મુદિત સર્કલ , આર ટી ઓ રોડ , તેમજ સુગર ગરનાળામાં પાણી ભરાયા હતા.

બારડોલી ( Bardoli) ના ક્રિષ્નાનગર નજીક વૃક્ષ સાથે 3 વિજપોલ થયા ધરાશાયી થયા છે. વૃક્ષ બાજુમાંથી પસાર થતી એલટી વીજ લાઈન પર પડતા 3 જેટલા વીજપોલ પણ તૂટ્યા છે. જીવંત વિજતારો રસ્તા પર પડતા વાહનોની અવરજવર બંધ કરાઈ હતી અને ઘટનાની જાણ થતા જ DGVCL ના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. અને આગળની કામગીરી હાથ ધરી હતી.

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેમ તાપી(Tapi) જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે. જેમાં તાપી જિલ્લાના વાલોડ, ડોલવાલ અને વ્યારાના ગ્રામીણ વિસ્તારોના વરસાદ થયો છે. આ ઉપરાંત અનેક ગ્રામીણ વિસ્તારોના વરસાદ(Rain)પડ્યો છે. જો કે વરસાદ થતાં જ જગતના તાત એવા ખેડૂતોએ રાહત અનુભવી છે.

Author : Gujaratenews