રાજ્યમાં આજે 11,592 નવા કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 5,47,935 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

10-May-2021

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ હવે ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,592 કેસ નોંધાયા છે. જેની સામે 14,931 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 117 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8511 પર પહોચ્યો છે.

 

 

 

રાજ્યમાં આજે 14931 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,47,935 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,36,158 પર પહોંચ્યો છે. જેમાંથી 792 લોકો વેન્ટિલેટર પર અને 1,35,366 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.11 ટકા છે.

Author : Gujaratenews