વાવાઝોડાના 5 દિવસ બાદ પણ ગુજરાતના 3 હજારથી વધુ ગામડાઓમાં અંધારપટ : ઉનામાં 100થી વધુ ગાયોના મોત દિવાલ પડવાથી થયા

21-May-2021

તસવીરમાં ઉનામાં એક પાંજરાપોળમાં 100 ગાયોના મોતના દ્દશ્યો સામે આવ્યા છે.

તાઉતે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. ગુજરાતમાં આશરે 3000 હજારથી વધુ ગામડાઓમાં હજુ અંધારપટ છવાયો છે. એક જિલ્લામાં 500થી વધુ ગામમા હજુ વીજ પુરવઠો યથાવત થયો નથી. તેેવા કેટલાય જિલ્લામાં ગામડાઓમાં હજુ પણ વીજળ પુન: શરૂ થઈ નથી.ઉનામાં એક પાંજરાપોળમાં 100 ગાયોના મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. સ્થિતિ બહુ જ ખરાબ બની છે અને હવે ધીમધીમે તેના દ્દશ્યો પણ સામે આવી રહ્યા છે.

તાઉતે વાવાઝોડું ગુજરાત પરથી પસાર થયા બાદ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, વાવાઝોડે 5 દિવસ વિતી ગયા બાદ પણ  કેટલાક જિલ્લામાં અંધારપટ જોવા મળી રહ્યા છે, વાવાઝોડને કારણે અનેક જિલ્લામાં ભારે પવન અને વરસાદ વરસ્યો હતો..જેના લીધે વૃક્ષો, વીજ પોલ, મકાનો ધરાશાયી થયા હતા..અને કેટલાક મકાનોની છત, હોડિંગ્સ પણ ઉડી ગયા હતા..હવે ધીમે ધીમે સ્થિતિ થાળે પડતી દેખાઈ રહી છે, વાવાઝોડા બાદ તબાહીના દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે વાવાઝોડાએ કેવો વિનાશ વેર્યો છે તે સામે આવ્યું હતું.

5 દિવસ બાદ પણ અંધારપટ

વાઝોડાને કારણે વીજ પોલને નુક્સાન થતા અમરેલી અને ભાવનગર જિલ્લામાં 5 દિવસ બાદ પણ અંધારપટ જોવા મળી રહ્યો છે, રાજુલા, જાફરાબાદ, અને સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં વીજ ગુલ થઈ જતા અનેક ગામોમાં હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ પણ 90 ટકા ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયેલો છે,જો કે 40 જેટલા ગામોમાં વીજ પુરવઠો કાર્યરત થયો છે, હજુ પણ વીજ પૂરવઠો કાર્યરત ન થતા લાઈટ વિના લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.

જો વાત કરવામાં આવે તો સુરતથી DGVCLની ટીમ સૌરાષ્ટ્ર મોકલાઈ છે, 400 જેટલા કર્મચારીઓને રોપેક્સ ફેરી દ્વારા સૌરાષ્ટ્ર મોકલવામાં આવ્યા છે, વીજ પોલ વીજ લાઈન અને ફીડર ધરાશાયી થતા વીજ વિભાગને ભારે નુક્સાન થયું છે, એકલા સૌરાષ્ટ્રમાં જ અંદાજીત 70 હજાર કરતા વધુ વીજ પોલને નુક્સાન પહોંચ્યું છે,ત્યારે વીજ વિભાગ દ્વારા વીજ પૂરવઠો ફરી કાર્યરત કરવા અને વીજ સપ્લાય કામગીરી ફરીથી સ્થાપિત કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.

ઉનામાં એક પાંજરાપોળમાં 100 ગાયોના મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. સ્થિતિ બહુ જ ખરાબ બની છે અને હવે ધીમધીમે તેના દ્દશ્યો પણ સામે આવી રહ્યા છે.

Author : Gujaratenews